Site icon

Birthday Special: કૃતિ ખરબંદાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કરી કરિયરની શરુઆત, જાણો જ્વેલરી ડિઝાઇનર કેવી રીતે આવી ફિલ્મોમાં

કૃતિ તેનો 33મો જન્મદિવસ (Birthday) ઉજવવા જઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર બોલિવૂડ જ નહીં, આ પહેલા પણ કૃતિ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારું નામ કમાઈ ચૂકી છે.

kriti kharbanda birthday

kriti kharbanda birthday

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. કૃતિ તેનો 33મો જન્મદિવસ (Birthday) ઉજવવા જઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર બોલિવૂડ જ નહીં, આ પહેલા પણ કૃતિ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારું નામ કમાઈ ચૂકી છે. આજે તેના જન્મ દિવસ પર કૃતિના કરિયર અને અંગત જીવન પર નજર કરીએ.

આ રીતે કરી કરિયરની શરુઆત

કૃતિ ખરબંદાએ સાઉથ સિનેમાની ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમનો જન્મ 29 ઓક્ટોબર 1990ના રોજ થયો હતો. દિલ્હીના પંજાબી પરિવારમાંથી આવતી કૃતિની તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી(South Film Industries) માં પહોંચવાની સફર ઘણી રસપ્રદ છે. 

જ્વેલરી ડિઝાઇનિંગનો કરી રહી હતી અભ્યાસ

લાંબા સમય સુધી દિલ્હીમાં રહ્યા બાદ કૃતિ તેના આખા પરિવાર સાથે બેંગ્લોર શિફ્ટ થઈ ગઈ. ત્યાં રહીને તેણીએ હાઇસ્કૂલથી આગળનો અભ્યાસ કર્યો અને અહીં જ તેણીએ કોલેજના અભ્યાસ દરમિયાન મોડેલિંગ કરવાનું શરૂ કર્યું. કૃતિ જ્વેલરી ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કરી રહી હતી.

તમિલ ફિલ્મથી કર્યુ ડેબ્યુ

તે જ સમયે, તેણે ઘણા મોડેલિંગ પ્રોજેક્ટ્સમાં પણ ભાગ લીધો, તેણે ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું. તે જ સમયે, તેને તમિલ ફિલ્મમાં અભિનયની શરૂઆત કરવાની તક મળી. આ ફિલ્મ હતી ‘બોની’ જે 2009માં રિલીઝ થઈ હતી. સાથે જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ના કરી શકી પરંતુ કૃતિ (Kriti Kharbanda)ને ઘણી પ્રશંસા મળી. અહીંથી કૃતિની એક્ટિંગ કરિયર(Acting career)ની શરૂઆત થઈ.

આ રીતે આવી બોલિવુડમાં

આ પછી તેણે 2016માં પોતાની પહેલી બોલિવૂડ (Bollywood) ફિલ્મ કરી હતી. કૃતિએ ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘રાઝ રિબૂટ’થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તે ઘણી સફળ ફિલ્મોનો ભાગ રહી છે. તે ‘ગેસ્ટ ઇન લંડન’, ‘શાદી મેં જરૂર આના’, ‘વીરે કી વેડિંગ’, ‘યમલા પગલા દીવાના ફિર સે’, ‘હાઉસફુલ 4’ અને ‘પાગલપંતી’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તેને ઈન્ડસ્ટ્રીમાં આવ્યાને માત્ર ચાર વર્ષ થયા છે અને તેણે પોતાના માટે સારી છાપ ઉભી કરી છે.

આ સમાચાર પણ વાંચોઃ Birthday Special: ઓલમ્પિક પદક વિજેતા વિજેન્દ્ર સિંહનો આજે જન્મ દિવસ, જાણો કિંગ ઓફ બોક્સિંગના અંગત જીવન વિશે

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version