Site icon News Continuous Bureau | Mumbai

Kriti Sanon Property Deal અંધેરીમાં કૃતિ સેનનનો મોટો રિયલ એસ્ટેટ ધમાકો એકસાથે ૪ એપાર્ટમેન્ટ્સ વેચ્યા, ડીલની રકમ જાણીને ચોંકી જશો

Kriti Sanon Property Deal સેનન પરિવારે મેળવ્યો ૧૦૭% નો બમ્પર નફો મુકેશ છાબડાએ ખરીદ્યા લક્ઝુરિયસ ફ્લેટ્સ, પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજોમાંથી થયો મોટો ખુલાસો

Kriti Sanon Property Deal  અંધેરીમાં કૃતિ સેનનનો મોટો રિયલ એસ્ટેટ ધમાકો એકસાથે ૪ એપાર્ટમેન્ટ્સ વેચ્યા, ડીલની રકમ જાણીને ચોંકી જશો

Kriti Sanon Property Deal અંધેરીમાં કૃતિ સેનનનો મોટો રિયલ એસ્ટેટ ધમાકો એકસાથે ૪ એપાર્ટમેન્ટ્સ વેચ્યા, ડીલની રકમ જાણીને ચોંકી જશો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Kriti Sanon Property Deal બોલિવૂડની નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી કૃતિ સેનન (Kriti Sanon) અને તેના પરિવારે મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટી અને હાઈપ્રોફાઈલ પ્રોપર્ટી ડીલ પાર પાડી છે. કૃતિ સેનન, તેની બહેન નૂપુર સેનન અને માતા ગીતા સેનન દ્વારા મુંબઈના પોશ વિસ્તાર અંધેરી વેસ્ટમાં આવેલા તેમના ૪ વૈભવી એપાર્ટમેન્ટ્સ કુલ ૮.૯ કરોડમાં વેચી દેવામાં આવ્યા છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર, આ ચારેય ફ્લેટ્સ બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અને પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ ખરીદ્યા છે.

Kriti Sanon Property Deal – ૯ થી ૧૩ વર્ષના રોકાણ સામે મળ્યો ૧૦૭ ટકાનો બમ્પર નફો, ૪.૬ કરોડની થઈ કમાણી

પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ ના સત્તાવાર દસ્તાવેજો અનુસાર, સેનન પરિવારે આ ચારેય એપાર્ટમેન્ટ્સ વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૭ ની વચ્ચે આશરે ૪.૩૧ કરોડના કુલ રોકાણ સાથે ખરીદ્યા હતા. હવે વર્ષ ૨૦૨૬ માં તેને ૮.૯ કરોડમાં વેચવાને કારણે પરિવારને સીધો ૪.૬ કરોડનો ચોખ્ખો ફાયદો થયો છે. આશરે ૯ થી ૧૩ વર્ષના ગાળામાં સેનન પરિવારને આ મિલકતો પર ૧૦૭% જેટલો માતબર નફો મળ્યો છે, જે મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટની મજબૂતી દર્શાવે છે.

Kriti Sanon Property Deal – અંધેરી વેસ્ટના ‘રહેજા ક્લાસિક’ બિલ્ડિંગમાં આવેલા ૪ ફ્લેટ્સની બે અલગ-અલગ ડીલ

દસ્તાવેજો દર્શાવે છે કે આ સમગ્ર મિલકતનું વેચાણ ચાર અલગ-અલગ વ્યવહારો દ્વારા કરવામાં આવ્યું હતું, જે ૨૪ એપ્રિલ ૨૦૨૬ ના રોજ સત્તાવાર રીતે રજિસ્ટર થયા હતા. અંધેરી વેસ્ટમાં આવેલી પ્રતિષ્ઠિત ટાઉનશિપ ‘રહેજા ક્લાસિક’ માં આવેલા બે મોટા એપાર્ટમેન્ટ્સ ૩.૨૩ કરોડ – ૩.૨૩ કરોડમાં વેચાયા છે, જેનું બિલ્ટ-અપ એરિયા ૬૫૪.૨૩ સ્ક્વેર ફીટ છે અને દરેક ફ્લેટ સાથે ૧ કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે. આ બંને ડીલ પર ૧૯.૪૧ લાખની સ્ટેમ્પ ડ્યુટી અને ૩૦,૦૦૦ નો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવામાં આવ્યો છે.

Kriti Sanon Property Deal – નાના એપાર્ટમેન્ટ્સ પર પણ લાખોની સ્ટેમ્પ ડ્યુટી, ક્યારે ખરીદ્યા હતા ફ્લેટ્સ?

આ જ બિલ્ડિંગમાં આવેલા બાકીના બે નાના એપાર્ટમેન્ટ્સ ૧.૨૧ કરોડ – ૧.૨૧ કરોડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેનું બિલ્ટ-અપ એરિયા ૨૪૬.૦૬ સ્ક્વેર ફીટ છે. આ નાના ફ્લેટ્સ પર ૭.૨૯ લાખની સ્ટેમ્પ ડ્યુટી અને પ્રતિ યુનિટ ૩૦,૦૦૦ રજિસ્ટ્રેશન ચાર્જ લાગ્યો છે. હિસાબ જોઈએ તો, કૃતિની માતા ગીતા સેનન દ્વારા જુલાઈ ૨૦1૩ માં બે મોટા એપાર્ટમેન્ટ્સ ૧.૪૦ કરોડમાં ખરીદાયા હતા, જ્યારે જૂન ૨૦૧૭ માં કૃતિ અને નૂપુર સેનન દ્વારા બાકીના બે ફ્લેટ્સ ૨.૯૦ કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. મુકેશ છાબડા બોલિવૂડમાં કલાકારોની પ્રખ્યાત કાસ્ટિંગ કંપની ચલાવે છે અને હવે તેઓ અભિનેત્રીના આ ઘરના માલિક બની ગયા છે.

👉 આ સમાચાર વાચો:
Raakh Web Series Review કંપારી છૂટી જાય તેવી રંગાબિલ્લાની સત્ય ઘટના પર બની ‘રાખ’; અલી ફઝલના ખૂંખાર લુક અને સોનાલી બેન્દ્રેની એક્ટિંગે જીત્યા દિલ

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version