ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧
શુક્રવાર
મિકા સિંહ બૉલિવુડનો જાણીતો ગાયક છે. થોડા દિવસથી મિકા સિંહ અને KRK વચ્ચે ટ્વિટર ઉપર બોલાચાલી ચાલુ છે. બંને એકબીજા માટે જાહેરમાં ટ્વીટ કરીને નિવેદન આપી રહ્યા છે. KRKએ મિકાનું નામ લીધા વગર ટ્વીટ કર્યું હતું કે “આટલું કેમ ભસે છે, જો… જો… ઓકાત હોય તો ગીત રિલીઝ કરીને બતાવ પછી જો શું થાય છે.”
આના ઉત્તરમાં મિકા સિંહે KRK ઉપર એક ગીત પણ બનાવ્યું છે તથા એનું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે, જે બાદ વિવાદ વધુ વકર્યો છે.
