Site icon

‘કુંડલી ભાગ્ય’ની  અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ કરાવ્યું બોલ્ડ ફોટશૂટ. પોલ્કા ડોટ મીની ડ્રેસમાં આવી નજર. જુઓ તસવીરો

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

સોમવાર

ઝી ટીવીના જાણીતા શો 'કુંડલી ભાગ્ય' માં સીધી સાદી 'પ્રીતા'નો રોલ ભજવનાર એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે. અભિનેત્રી શ્રદ્ધા આર્યા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. 

શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. શ્રદ્ધાએ આ ફોટોશૂટમાં પોલ્કા ડોટ મીની ડ્રેસ પહેર્યો છે.  

શ્રદ્ધાની સીરિયલ કુંડલી ભાગ્યની વાત કરવામાં આવે તો આ શો ટીઆરપી મામલે તમામ સીરિયલ્સને પાછળ છોડી સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહ્યો છે.

શ્રદ્ધાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી તે ઘણી ફેમસ ટીવી એડમાં જોવા મળી ચૂકી છે.

Exit mobile version