Site icon News Continuous Bureau | Mumbai

Kushal Tandon OTT Debut| ટીવી પછી હવે OTT પર ધૂમ મચાવશે કુશાલ ટંડન! એકતા કપૂરના ૨ મોટા અને મેગા પ્રોજેક્ટ્સ લાગ્યા હાથ, ફેન્સ થયા ક્રેઝી

Kushal Tandon OTT Debut| 'બરસાતેં' સીરિયલ બાદ લાંબા સમયથી સ્ક્રીનથી દૂર રહેલા એક્ટરે ચાહકોને આપ્યું મોટું સરપ્રાઈઝ; બાલાજી ટેલિફિલ્મ્સ સાથે સાઇન કર્યો ખાસ કોન્ટ્રેક્ટ

Kushal Tandon OTT Debut| ટીવી પછી હવે OTT પર ધૂમ મચાવશે કુશાલ ટંડન! એકતા કપૂરના ૨ મોટા અને મેગા પ્રોજેક્ટ્સ લાગ્યા હાથ, ફેન્સ થયા ક્રેઝી

Kushal Tandon OTT Debut| ટીવી પછી હવે OTT પર ધૂમ મચાવશે કુશાલ ટંડન! એકતા કપૂરના ૨ મોટા અને મેગા પ્રોજેક્ટ્સ લાગ્યા હાથ, ફેન્સ થયા ક્રેઝી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Kushal Tandon OTT Debut| ટીવી ઇન્ડસ્ટ્રીના હેન્ડસમ અને પોપ્યુલર એક્ટર કુશાલ ટંડન લાંબા સમયથી સ્ક્રીનથી દૂર છે. કુશાલ છેલ્લે શિવાંગી જોશી સાથે સીરિયલ ‘બરસાતેં’ માં જોવા મળ્યો હતો, જ્યાં તેણે પોતાના દમદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા હતા. આ શો બંધ થયા બાદથી જ ફેન્સ તેના નવા પ્રોજેક્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે એક્ટરે પોતાના ફેન્સને એક જોરદાર સરપ્રાઈઝ આપ્યું છે. કુશાલ ટંડને સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તે ટીવી બાદ હવે ઓટીટી પ્લેટફોર્મ પર ધમાકેદાર એન્ટ્રી કરવા માટે પૂરી રીતે તૈયાર છે. ખાસ વાત એ છે કે તેણે ટીવી ક્વીન એકતા કપૂર સાથે એક નહીં પરંતુ બે મોટા વેબ પ્રોજેક્ટ્સ સાઇન કર્યા છે.

એકતા કપૂરની ટેલેન્ટ એજન્સીએ કર્યો મોટો ખુલાસો

કુશાલ ટંડન એકતા કપૂરના આગામી હાઈ-પ્રોફાઈલ ઓટીટી શૉઝમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ વાતનો ખુલાસો સૌથી પહેલા એકતા કપૂરની ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવ્યો હતો. બાલાજી ટેલિફિલ્મ્સ એન્ડ મોશન પિક્ચર્સના ટેલેન્ટ હેડ મોહમ્મદ નાગમન લતીફે જણાવ્યું કે, “હા, કુશાલ ટંડને બાલાજી ટેલિફિલ્મ્સ સાથે એક ખાસ કોન્ટ્રેક્ટ કર્યો છે. તે ખૂબ જ પ્રતિભાશાળી, મહેનતુ અને પ્રોફેશનલ એક્ટર છે અને તેની સાથે કામ કરવાનો અનુભવ હંમેશાં અદભુત રહ્યો છે. તે પોતાના પ્રોજેક્ટ્સની પસંદગી ખૂબ જ સમજી-વિચારીને કરે છે.” તેમણે ઉમેર્યું કે એકતા કપૂરને કાસ્ટિંગની બહુ સારી સમજ છે અને તેઓ કુશાલના આ લુક અને પાત્ર પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.

કુશાલ ટંડને સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આભાર

બાલાજી ટેલિફિલ્મ્સ તરફથી સત્તાવાર નિવેદન આવ્યા બાદ ખુદ કુશાલ ટંડને પણ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને આ સમાચારને કન્ફર્મ કર્યા છે. કુશાલે આ પ્રોજેક્ટ સંબંધિત ન્યૂઝ આર્ટિકલનો ફોટો શેર કરીને પ્રોડ્યુસર એકતા કપૂરનો દિલથી આભાર માન્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું કે, “આપનો ખૂબ ખૂબ આભાર, એકતા કપૂર મેમ. મારા પર હંમેશાં વિશ્વાસ રાખવા બદલ થેંક્યુ. જય માતા દી.” કુશાલની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સ તેમજ ટીવી સેલેબ્સે તેને ઓટીટીની નવી સફર માટે બધાઈ આપવાનું શરૂ કરી દીધું છે.

ઓટીટી પર રોમાન્સ અને સસ્પેન્સનો તડકો

કુશાલ ટંડન અને એકતા કપૂરની જોડી અગાઉ પણ ટીવી સ્ક્રીન પર સુપરહિટ સાબિત થઈ ચૂકી છે, તેથી ઓટીટી પ્લેટફોર્મ પર પણ બંને કઈક નવું અને ધમાકેદાર લાવશે તેવી પૂરેપૂરી આશા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને પ્રોજેક્ટ્સ હાઈ-બજેટ ડ્રામા સીરીઝ હોઈ શકે છે, જેમાં રોમાન્સ, સસ્પેન્સ અને જોરદાર ટ્વિસ્ટ જોવા મળશે. જો કે, આ વેબ સીરીઝના નામ, શૂટિંગ શિડ્યુલ અને બાકીની સ્ટાર કાસ્ટ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફેન્સ હવે એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે મેકર્સ આ બંને શોના ફર્સ્ટ લુક કે ટીઝર રિલીઝ કરશે.

👉 આ સમાચાર વાચો:
Cocktail 2 New Song Tujhko| શાહિદ કપૂર અને રશ્મિકા મંદાનાનું નવું રોમેન્ટિક ગીત ‘તુઝકો’ આઉટ, સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ક્રેઝી

Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Exit mobile version