Site icon

અભિનેત્રી માંથી રાજકારણી બનેલી ખુશ્બુ સુંદરે તેના પિતા ને લઇ ને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું જયારે હું 8 વર્ષ ની હતી ત્યારે…

ખુશ્બુ સુંદરે તેણીના પિતાને "એક એવા માણસ તરીકે વર્ણવ્યો જે કદાચ માનતો હતો કે તેની પત્નીને મારવું, તેના બાળકોને મારવા, તેની એકમાત્ર પુત્રીનું જાતીય શોષણ કરવું તેનો અધિકાર છે."

kushboo sundar got sexually abused by father in 8 years age mother got beaten

અભિનેત્રી માંથી રાજકારણી બનેલી ખુશ્બુ સુંદરે તેના પિતા ને લઇ ને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું જયારે હું 8 વર્ષ ની હતી ત્યારે…

News Continuous Bureau | Mumbai

અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી ખુશ્બુ સુંદરે એક ચોંકાવનારું રહસ્ય જાહેર કર્યું છે કે જ્યારે તે 8 વર્ષની હતી ત્યારે તેના પિતા દ્વારા તેનું શારીરિક અને જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. ખુશ્બુ સુંદરે તાજેતરમાં જ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય તરીકેનો ચાર્જ સંભાળ્યો છે અને ઘણા કારણોસર ચર્ચામાં છે.

Join Our WhatsApp Community

 

ખુશ્બુ સુંદરે કરી પોતાના બાળપણ વિશે વાત 

એક વાતચીત દરમિયાન ખુશ્બુએ કહ્યું, “મને લાગે છે કે જ્યારે બાળક સાથે દુર્વ્યવહાર થાય છે, ત્યારે તે એક ડાઘ છોડી જાય છે જે જીવનભર રહે છે, તે છોકરો હોય કે છોકરી હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. મારી માતા કેટલાક સૌથી અપમાનજનક લગ્નોમાંથી પસાર થઈ છે.” આ પછી ખુશ્બુએ કેટલીક એવી આઘાતજનક વાતો જણાવી જેમાંથી તેનું બાળપણ પસાર થયું છે.ખુશ્બુ સુંદરે કહ્યું, “એક વ્યક્તિ જે કદાચ વિચારતો હતો કે તેની પત્નીને મારવું, તેના બાળકોને મારવા, તેની એકમાત્ર પુત્રીનું યૌન શોષણ કરવું તેનો અધિકાર છે. જ્યારે મારી સાથે દુર્વ્યવહાર શરૂ થયો ત્યારે હું માત્ર 8 વર્ષની હતી અને જ્યારે હું 15 વર્ષ ની થઇ ત્યારે મને તેમની વિરુદ્ધ બોલવાની હિંમત મળી.”

 

 ખુશ્બુના મનમાં રહેતો હતો આ ડર

વી ધ વુમન દરમિયાન ખુશ્બુએ કહ્યું કે એક સમય એવો આવ્યો જ્યારે તેણે સ્ટેન્ડ લેવું પડ્યું પરંતુ અન્ય પરિવારો સાથે આવું થાય તેવા ડરથી તે લાંબા સમય સુધી ચૂપ રહી. ખુશ્બૂએ કહ્યું, “મારી સાથે રહેલો એક ડર એ હતો કે મારી માતા મારા પર વિશ્વાસ નહીં કરે, કારણ કે મેં તેમને એવા વાતાવરણમાં જોઈ છે જ્યાં ‘કુછ ભી હો જાયે મેરા પતિ મેરા દેવતા હૈ’ની માનસિકતા હતી.” વધુ માં ખુશ્બુ એ જણાવ્યું કે “પરંતુ 15 વર્ષની ઉંમર સુધીમાં, તે ખૂબ જ વધી ગયું કે મેં મારો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. હું 16 વર્ષની હતી જ્યારે તેણે અમને અમારા હાલ પર છોડી દીધા અને અમને ખબર ન હતી કે અમે અમારી આગામી રોટલી કેવી રીતે મેળવીશું,”ખુશ્બુ સુંદરે કહ્યું કે તેનું બાળપણ મુશ્કેલ હતું તેમ છતાં તેણે લડવાની હિંમત મેળવી. ખુશ્બુ એ બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ દ્વારા કરી હતી.

 

Dhurandhar 2 Controversy: ‘ધુરંધર 2’ ના મેકર્સની વધી મુશ્કેલી! ગુરબાણીના અપમાનનો લાગ્યો ગંભીર આરોપ; મહારાષ્ટ્ર શીખ સંગઠન લાલઘૂમ, કરી આ મોટી માંગ.
Dhurandhar 3 Release Date: ‘ધુરંધર 3’ નો શંખનાદ! બીજા ભાગના ક્લાઈમેક્સે મચાવી સનસનાટી; શું જૂન મહિનામાં જોવા મળશે ત્રીજો ભાગ?
The Magical Voice of Lata Mangeshkar: જ્યારે લતાજીનો અવાજ બન્યો ‘જીવન રક્ષક’! જાણો એ કયું ગીત છે જે સાંભળીને સેંકડો લોકોએ મોતનો વિચાર માંડી વાળ્યો
Dhurandhar 2 Box Office Explosion: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી! માત્ર ૭૨ કલાકમાં ૫૦૦ કરોડ પાર, રણવીર સિંહે તોડ્યો ‘જવાન’ અને ‘પઠાણ’ નો રેકોર્ડ
Exit mobile version