Site icon

‘Laalo Krishna Sada Sahaayate: હવે આખા દેશમાં ગુંજશે ‘લાલો કૃષ્ણા સદા સહાયતે’નો નાદ: હિન્દીમાં રિલીઝ થશે સૌથી મોટી ગુજરાતી હિટ; જાણો કઈ તારીખે થશે પેન ઈન્ડિયા રિલીઝ

‘Laalo Krishna Sada Sahaayate: સની દેઓલની 'જાટ'ને પાછળ છોડનાર ફિલ્મ 9 જાન્યુઆરીએ હિન્દીમાં આવશે; રિક્ષાચાલક લાલજી અને કૃષ્ણ ભક્તિની આ સફરે દુનિયાભરમાં કરી ૧૦૦ કરોડથી વધુની કમાણી

‘Laalo Krishna Sada Sahaayate’ set for Pan-India release in Hindi; First Gujarati film to enter 100 Crore club hits national screens in January

‘Laalo Krishna Sada Sahaayate’ set for Pan-India release in Hindi; First Gujarati film to enter 100 Crore club hits national screens in January

News Continuous Bureau | Mumbai

Laalo Krishna Sada Sahaayate: ૧૦ ઓક્ટોબરે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો કૃષ્ણા સદા સહાયતે’ એ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર ગુજરાત પૂરતી સીમિત રહેવાને બદલે આ ફિલ્મે વર્લ્ડવાઈડ ૧૧૯ કરોડથી વધુનું કલેક્શન કરીને ઈતિહાસ રચ્યો છે. આ અદભૂત પ્રતિસાદને જોતા, મેકર્સે હવે હિન્દી ટીઝર રિલીઝ કર્યું છે અને ફિલ્મને રાષ્ટ્રીય સ્તર પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Controversy: ધુરંધર’ વિવાદ: આદિત્ય ધરે ધ્રુવ રાઠીનું નામ લીધા વગર સાધ્યું નિશાન; ફિલ્મને પ્રોપેગેન્ડા કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ

૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ હિન્દીમાં રિલીઝ

આધ્યાત્મિકતા અને માનવીય સંઘર્ષની આ અનોખી વાર્તા ૯ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સમગ્ર ભારતમાં હિન્દી ભાષામાં રિલીઝ થશે. સોશિયલ મીડિયા પર હિન્દી ટીઝર વાયરલ થતા જ હિન્દી બેલ્ટના પ્રેક્ષકોમાં પણ આ ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.અંકિત સખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ એક સાધારણ રિક્ષાચાલક ‘લાલો’ ની વાર્તા છે. લાલજી પોતાના જીવનની મુશ્કેલીઓ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે ફસાયેલો છે. અંધકારભર્યા જીવનમાં ભગવાન શ્રીકૃષ્ણનું માર્ગદર્શન કેવી રીતે તેના જીવનનો વળાંક બને છે, તે આ ફિલ્મનો આત્મા છે. સરળ વાર્તા અને શક્તિશાળી સંદેશને કારણે ‘વર્ડ ઓફ માઉથ’ દ્વારા ફિલ્મને આટલી મોટી સફળતા મળી છે.


આ ફિલ્મ ગુજરાતી સિનેમા માટે ગૌરવ સમાન સાબિત થઈ છે, જેણે બોક્સ ઓફિસ પર સફળતાના નવા શિખરો સર કર્યા છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ૯૪.૬૫ કરોડ રૂપિયા અને વર્લ્ડવાઈડ ૧૧૯.૫૫ કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન મેળવ્યું છે. ૧૩૫ મિનિટની આ ફિલ્મે મજબૂત કન્ટેન્ટના જોરે સાબિત કરી દીધું છે કે જો વાર્તામાં દમ હોય, તો પ્રાદેશિક ફિલ્મો પણ બોલિવૂડની મોટા બજેટની ફિલ્મોને કાંટાની ટક્કર આપી શકે છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ કલેક્શન એક ઐતિહાસિક સિદ્ધિ ગણાઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Ikkis Movie Review: ‘ઈક્કીસ’ રિવ્યૂ: એક્શન, ઈમોશન અને દેશભક્તિનો જોશ; ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ આંખોમાં આંસુ લાવી દેશે.
TV TRP List 2026: TRP ચાર્ટમાં મોટો ધડાકો: ‘અનુપમા’નું શાસન ખતમ! સ્મૃતિ ઈરાનીના શોએ છીનવી લીધો નંબર ૧નો તાજ
Exit mobile version