Site icon

Lakshadweep vs Maldives controversy FWICE: લક્ષદ્વીપ અને માલદીવ ના વિવાદ માં પીએમ મોદી ના સમર્થન માં આવ્યું FWICE, પ્રેસ રિલીઝ જારી કરી ફિલ્મ નિર્માતાને કરી આવી વિનંતી

Lakshadweep vs Maldives controversy FWICE: સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપ અને માલદીવ નો વિવાદ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર #boycott maldives ટ્રેન્ડ કરી રહ્યું છે. હવે આ કડી માં FWICE નું નામ પણ જોડાઈ ગયું છે. FWICE એ એક પ્રેસ રિલીઝ જારી કરીને માલદીવ નો બહિષ્કાર કરવાની માંગ કરી છે.

lakshadweep vs maldives controversy fwice appeals to film makers boycott maldives advises

lakshadweep vs maldives controversy fwice appeals to film makers boycott maldives advises

News Continuous Bureau | Mumbai

Lakshadweep vs Maldives controversy FWICE: પીએમ મોદી ના લક્ષદ્વીપ ની મુલાકાત બાદ તેમની મુલાકાત ની શેર કરેલી તસવીરો પર માલદીવના એક મંત્રી એ તેના પર વાંધાજનક ટિપ્પણી કરી હતી ત્યારથી લક્ષદ્વીપ અને માલદીવ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર #boycott maldives ટ્રેન્ડ કરી રહ્યું છે. હવે આ બધાની વચ્ચે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ તમામ ફિલ્મ નિર્માતાઓને માલદીવમાં તેમનું શૂટિંગ બુકિંગ રદ કરવાની અપીલ કરી છે. FWICE એ એક પ્રેસ રિલીઝ જારી કરી છે, જેમાં ફિલ્મ નિર્માતાઓને ભારતમાં લક્ષદ્વીપ જેવા સ્થળોએ શૂટિંગ કરવા અને ભારતમાં પ્રવાસન ના વિકાસમાં યોગદાન આપવા જણાવ્યું છે. 

Join Our WhatsApp Community

 

FWICE  એ જારી કરી પ્રેસ રિલીઝ 

ફેડરેશને તેની પ્રેસ રિલીઝ માં લખ્યું છે કે, “માલદીવના ત્રણ મંત્રીઓ દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીને પગલે તણાવનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં, મીડિયા અને ઉદ્યોગમાં કામ કરતા કામદારો, ટેકનિશિયન અને કલાકારોના સૌથી જૂના ફેડરેશન FWICE એ નિર્ણય લીધો છે. FWICE વૈશ્વિક સ્તરે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવના પ્રધાનોની બેજવાબદાર અને ખોટી ટિપ્પણીની નિંદા કરે છે અને માલદીવનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરે છે. FWICE તેના સભ્યોને અપીલ કરે છે કે તેઓ માલદીવના સ્થળો પર શૂટિંગ કરવાને બદલે ભારતમાં સમાન સ્થળોએ શૂટિંગ કરે અને પર્યટનના વિકાસમાં યોગદાન આપે. વધુમાં, વિશ્વભરના નિર્માતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ માલદીવમાં કોઈ પણ શૂટિંગનું આયોજન ન કરે. આપણે બધા આપણા પીએમ અને દેશની સાથે ઉભા છીએ.”


FWICE દ્વારા માલદીવ નો બહિષ્કાર કરવા ના નિર્ણયે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે.

આ સમાચાર પણ વાંચો : Janhvi kapoor: લક્ષદ્વીપ કોન્ટ્રોવર્સી માં પીએમ મોદી ના સમર્થન માં આવી જ્હાન્વી કપૂર, બિકીની તસવીર શેર કરી કહી આ વાત

 

Twinkle Khanna: આ બીમારી થી પીડાઈ રહી છે ટ્વિંકલ ખન્ના, અભિનેત્રી એ કર્યો ખુલાસો
Vijay Varma Struggle: સિમ કાર્ડથી સિલ્વર સ્ક્રીન સુધી,વિજય વર્માનો જીવનસંઘર્ષ, જાણો અભિનેતા બનવા માટે તેણે કેટલી મહેનત કરી
Bhavya Gandhi TMKOC: શું ખરેખર ‘તારક મહેતા’માં વાપસી કરી રહ્યો છે જૂનો ટપ્પુ? ભવ્ય ગાંધી એ જણાવી હકીકત
De De Pyaar De 2: ‘દે દે પ્યાર દે 2’ સામે છે 3 મોટાં ચેલેન્જ, જે 6 વર્ષ પહેલા અજય દેવગન એ જ ઊભાં કર્યા
Exit mobile version