Site icon News Continuous Bureau | Mumbai

અક્ષયની ફિલ્મ ‘લક્ષ્‍‍મીના’ નવા ગીત ‘બમ ભોલે’ એ રેકોર્ડ સર્જ્યો, 24 કલાકમાં અધધ 2 કરોડથી વધારે વ્યૂઅર્સ મળ્યા

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

05 નવેમ્બર 2020 

બૉલીવુડના ખિલાડી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'લક્ષ્મી'નું સોન્ગ 'બમ ભોલે' લોકોને ખુબ પસંદ પડી રહ્યું છે. આ ગીતની ખાસ વાત એ છે કે અક્ષયે 100 કિન્નરો સાથે ડાન્સ કર્યો છે. ગીતમાં અક્ષય કુમાર લાલ સાડી અને બિંદી પહેરીને ટ્રાંસજેન્ડર બનીને નાચતા નજરે પડે છે. તેઓ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તાંડવ કરે છે. આ ગીતને ગણેશ આચાર્યે કોરિયોગ્રાફ કર્યો છે. નોંધનીય છે કે ગીતને એક જ દિવસમાં 2 કરોડ થી વધુ વ્યુવઝ મળ્યા છે અને અક્ષયના ડાન્સ અભિનયને ઘણો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કેફિલ્મનું પહેલું ગીત 'બુર્જ ખલીફા' પણ લોકોને ગમ્યું છે. જેમાં અભિનેતા અક્ષય કુમાર એક્ટ્રેસ કિઆરા અડવાણી સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ફિલ્મનું ટ્રેલર અને પહેલું સોન્ગ ઘણું અગાઉથી રિલીઝ કરી દેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર બંનેને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. એવામાં હવે તે જોવાનું દિલચસ્પ રહેશે કે દિવાળી પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો કેટલી પસંદ કરે છે.

 

આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ અક્ષય કુમારની સૌથી સફળ ફિલ્મ બની શકે છે.

Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Amitabh Bachchan KBC 18 Hosting બિગ બીની આંખો ભીની થઈ ‘KBC 18’ના સ્પર્ધકોની સંઘર્ષગાથાથી હચમચી ગયા અમિતાભ, બ્લોગમાં ખોલ્યું મનનું દર્દ
Rajpal Yadav Cheque Bounce Case જેલવાસથી બચવા રાજપાલ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ કોર્ટે નોટિસ ફટકારી પરંતુ વચગાળાની રાહત માટે Rs 5 કરોડની શરત મૂકી..
CM Yogi Meets Hanuman Ansh Team સીએમ યોગી આદિત્યનાથને મળી ‘હનુમાન અંશ’ની ટીમ નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ જોઈ મુખ્યમંત્રીએ કર્યા ભરપૂર વખાણ
Exit mobile version