Site icon News Continuous Bureau | Mumbai

Biggest Hit Film Of 2025: ‘ધુરંધર’ અને ‘છાવા’ પણ પાછળ છૂટી ગયા! ૨૦૨૫ની સૌથી મોટી હિટ બની આ ફિલ્મ, ,૫૦ લાખના બજેટ સામે ,૧૨૦ કરોડની કમાણી કરી સર્જ્યો ઈતિહાસ

Biggest Hit Film Of 2025: ૨૪૦૦૦ ટકા પ્રોફિટ સાથે ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ બની ઇતિહાસની સૌથી સફળ ફિલ્મ; આમિર ખાનની ‘સીક્રેટ સુપરસ્ટાર’નો પણ રેકોર્ડ ધ્વસ્ત

Lalo: Krishna Sada Sahayate becomes biggest hit of 2025

Lalo: Krishna Sada Sahayate becomes biggest hit of 2025

News Continuous Bureau | Mumbai

Biggest Hit Film Of 2025:  વર્ષ ૨૦૨૫માં અનેક બ્લોકબસ્ટર ફિલ્મો રિલીઝ થઈ, પરંતુ સૌથી મોટું સરપ્રાઈઝ ગુજરાતી ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ એ આપ્યું છે. માત્ર ૫૦ લાખ રૂપિયાના નજીવા બજેટમાં બનેલી આ ભક્તિ ડ્રામા ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૨૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે આમિર ખાનની ‘સીક્રેટ સુપરસ્ટાર’ (૬૦૦૦% નફો) ના રેકોર્ડને પણ મસમોટા માર્જિનથી તોડી નાખ્યો છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં કોઈ મોટા સુપરસ્ટાર, એક્શન કે ગ્લેમરસ ગીતો નહોતા, છતાં તેની વાર્તાએ લોકોના દિલ જીતી લીધા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ikkis starcast Fees: ૨૦૦ કરોડનું બજેટ છતાં કલાકારોની ફી માત્ર લાખોમાં? ફિલ્મ ‘ઈક્કીસ’ માટે ધર્મેન્દ્રને મળ્યા ૨૦ લાખ, જ્યારે ડેબ્યુ સ્ટાર અગસ્ત્ય નંદાની ફી જાણી ચોંકી જશો

૨૪૦૦૦ ટકા નફો અને નવો રેકોર્ડ

ભારતીય સિનેમાના ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ ફિલ્મે તેના બજેટ કરતા ૨૪૦૦૦ ટકા વધુ નફો મેળવ્યો હશે. ૧૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે. ‘લાલો’ ની સફળતાએ સાબિત કરી દીધું છે કે જો કન્ટેન્ટ મજબૂત હોય તો નાના બજેટની ફિલ્મો પણ વૈશ્વિક સ્તરે ડંકો વગાડી શકે છે.અંકિત સખિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રીવા રાછ, શ્રુહદ ગોસ્વામી, કરણ જોશી અને મિસ્ટી કદેચા જેવા કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મમાં કોઈ બોલિવૂડ મસાલા મનોરંજન નહોતું, માત્ર કૃષ્ણ ભક્તિ અને માનવીય સંવેદનાઓ પર આધારિત ડ્રામા હતો. આ જ કારણ છે કે ફિલ્મને ફેમિલી ઓડિયન્સનો ભરપૂર સાથ મળ્યો છે.


જોકે ‘ધુરંધર’ અને ‘છાવા’ જેવી ફિલ્મોએ કુલ કમાણીના આંકડામાં મોટી રકમ મેળવી હશે, પરંતુ રોકાણ સામે વળતર (ROI) ની બાબતમાં ‘લાલો’ અત્યારે અજેય છે. આ ફિલ્મે ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ અપાવી છે અને મેકર્સને ઓછા બજેટમાં સારું કન્ટેન્ટ બનાવવા માટે પ્રેરણા આપી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version