ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
લારા દત્તા ‘બેલ બૉટમ’ ફિલ્મમાં ઇન્દિરા ગાંધી જેવા તેના દેખાવને લઈને ચર્ચામાં છે, પરંતુ શું તમે જાણો છો કે લારાનો ઇન્દિરા ગાંધી સાથે ઇનડાયરેક્ટલી સંબંધ હતો? આવો તમને જણાવીએ લારાના પિતા કમાન્ડર એલ. કે. દત્તા ગાંધીનાં અંગત પાઇલટ હતા. આ કારણે જ લારા તેના બાળપણમાં ઇન્દિરા ગાંધીની વાર્તાઓ સાંભળીને મોટી થઈ છે.
શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીની બિગ બૉસ OTTમાં એન્ટ્રી? ઘરની અંદર અને બહાર થશે ડ્રામાનો ડબલ ડોઝ
વધુમાં જણાવતાં લારાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીની ભૂમિકા માટે મેક-અપ કરવામાં ત્રણ કલાક લાગતા હતા. રોજ શિફ્ટ પૂરી થયા બાદ મેક-અપને ઉતારવામાં એક કલાક લાગતો હતો. ‘બેલ બૉટમ’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મમાં લારાના મેક-અપનાં ખૂબ વખાણ થયાં છે.