Site icon

Lata Mangeshkar: લતા મંગેશકર ની અધૂરી રહી ગઈ પ્રેમ કહાની, સ્વર કોકિલા ને આપવામાં આવ્યું હતું ધીમું ઝેર, જાણો સુર સામગ્રી વિશે ના સાંભળેલી વાતો

Lata Mangeshkar: સુર સામગ્રી લતા મંગેશકર ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ હિન્દી સિનેમામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમણે 36 ભારતીય ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે. લતા મંગેશકરે એકલા હિન્દી ભાષામાં 1,000 થી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. આજે લતાજીનો જન્મદિવસ છે અને તેમના ખાસ દિવસના અવસર પર ચાલો જાણીએ તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો.

Lata mangeshkar birthday know unknow facts about swar kokila life and career

Lata mangeshkar birthday know unknow facts about swar kokila life and career

News Continuous Bureau | Mumbai

Lata Mangeshkar: 28 સપ્ટેમ્બર 1929 ના રોજ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં જન્મેલી સ્વર કોકિલા લતા મંગેશકર, ગાયન ક્ષેત્રે તેમના અતુલ્ય યોગદાન બદલ ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સહિતના ઘણા સન્માનોથી નવાજવામાં આવ્યા છે. લતા મંગેશકરે 36 ભાષાઓમાં 50 હજારથી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. લતાજી પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા, તેઓ દરેકને પ્રેમ કરતા હતા. તેમના પ્રેમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે પોતાના ભાઈ-બહેનોને ભણાવવા માટે પોતે અભ્યાસ કર્યો ન હતો. લતાજીએ તેમના પિતા સાથે મરાઠી સંગીત નાટકમાં કામ કર્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે તેણે મોટા કાર્યક્રમો અને નાટકોમાં અભિનય કરવાનું શરૂ કર્યું. લતાજીના અવાજના દરેક લોકો દિવાના છે. આજે પણ તેમના અવાજનો જાદુ લોકોના મનમાં બોલે છે.

Join Our WhatsApp Community

 

અધૂરી રહી ગઈ લતા મંગેશકર ની પ્રેમ કહાની 

કહેવાય છે કે લતાજી એક પુરુષના પ્રેમમાં હતા. પરંતુ તેમની લવ સ્ટોરી અધૂરી રહી. કદાચ તેથી જ તેમણે ક્યારેય લગ્ન કર્યા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લતા મંગેશકર ડુંગરપુર શાહી પરિવાર ના મહારાજા રાજ સિંહને ખૂબ પ્રેમ કરતી હતી. તે મહારાજા લતાના ભાઈ હ્રદયનાથ મંગેશકરના મિત્ર પણ હતા. એવું કહેવાય છે કે રાજે તેના માતા-પિતાને વચન આપ્યું હતું કે તે સામાન્ય પરિવારની કોઈ છોકરીને તેમની વહુ નહીં બનાવે. આ કારણથી તેમણે લતાજી સાથે લગ્ન કર્યા ન હતા.લતાજીએ આ વિશે ક્યારેય વાત કરી નથી. તેણે લગ્ન ન કરવાનું કારણ કૌટુંબિક જવાબદારીઓ ગણાવી હતી. બીજી તરફ રાજના પણ ક્યારેક લગ્ન ના થયા. રાજે લતાજીના પ્રેમનું નામ ‘મીઠ્ઠુ’ રાખ્યું હતું. તે હંમેશા પોતાની સાથે ટેપ રેકોર્ડર રાખતો હતો. જેમાં લતાજીના કેટલાક ગીતો હતા. રાજ લતાજી કરતા છ વર્ષ મોટા હતા.

આ  સમાચાર પણ વાંચો : TMKOC: શું તારક મહેતા છોડ્યા પછી પણ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ના ‘પરમમિત્ર’ છે મહેતા સાહેબ, શૈલેષ લોઢા એ કર્યો ખુલાસો

લતાજી ને ખાવામાં આપ્યું હતું ધીમું ઝેર 

લતા મંગેશકરના ઈન્ટરવ્યુ બાદ એક લેખિકા એ પોતાના પુસ્તકમાં જણાવ્યું હતું કે સ્વર કોકિલા ને સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે એક ગીતના રેકોર્ડિંગ દરમિયાન લતાએ કહ્યું હતું કે, ‘1962માં હું એક મહિના માટે બીમાર પડી હતી. મારા પેટનો એક્સ-રે લેવામાં આવ્યો અને મને કહેવામાં આવ્યું કે મને સ્લો પોઈઝન આપવામાં આવ્યું છે. અમારા ઘરમાં એક જ નોકર હતો જે ભોજન બનાવતો હતો. તે દિવસે નોકર કોઈને જાણ કર્યા વિના જતો રહ્યો અને પૈસા પણ લીધા નહીં. પછી અમને ખબર પડી કે કોઈએ તેને અમારા ઘરે રખાવ્યો હતો. અમને ખબર નથી કે તે કોણ હતો… હું ત્રણ મહિનાથી પથારીવશ હતી. પછી મજરૂહ સાહબે મને મદદ કરી.  તે રોજ સાંજે ઘરે આવતા અને ત્રણ મહિના સુધી આવું ચાલતું. હું જે ખાઉં છું, તે પણ તે જ ખાતા હતા.’

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version