Site icon

લતા મંગેશકર ડેથ એનિવર્સરી: આલીશાન ઘર અને મોંઘી ગાડીઓ, લતાદીદી એ પોતાની પાછળ છોડી દીધી આટલી સંપત્તિ, જાણો તેનો વારસદાર કોણ છે

લતા મંગેશકરે પહેલીવાર મરાઠી ફિલ્મ માટે ગીત ગાયું હતું. જોકે તેનું પહેલું ગીત ક્યારેય રિલીઝ થયું ન હતું. કહેવાય છે કે લતા મંગેશકરની પ્રથમ કમાણી માત્ર 25 રૂપિયા હતી પરંતુ તે કરોડોની સંપત્તિની માલકીન બની ગઈ હતી.

lata mangeshkar death anniversary net worth know about car collection and owner of her property

લતા મંગેશકર ડેથ એનિવર્સરી: આલીશાન ઘર અને મોંઘી ગાડીઓ, લતાદીદી એ પોતાની પાછળ છોડી દીધી આટલી સંપત્તિ, જાણો તેનો વારસદાર કોણ છે

News Continuous Bureau | Mumbai

સ્વરા કોકિલા લતા મંગેશકરે 92 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેણે 6 ફેબ્રુઆરીની સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમની ડેથ એનિવર્સરી છે. ભારત રત્ન એવોર્ડથી સન્માનિત લતા મંગેશકરે વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને ફિલ્મ મહલના ગીત ‘આયેગા આને વાલા’થી ઓળખ મળી હતી. લતા મંગેશકરે વિશ્વની 36 ભાષાઓમાં 50 હજારથી વધુ ગીતો ગાયા છે.લતા મંગેશકરે ગાયક તરીકેની આટલી લાંબી કારકિર્દી માં ઘણી સંપત્તિ બનાવી હતી.મીડિયા રિપોર્ટ અનુસાર લતા મંગેશકરની કુલ સંપત્તિ લગભગ 368 કરોડ છે. લતાજી ની મોટાભાગની કમાણી તેમના ગીતોની રોયલ્ટી અને તેમના રોકાણ માંથી આવતી હતી.

Join Our WhatsApp Community

 

 લતા મંગેશકર ની કુલ સંપત્તિ   

લતા મંગેશકરે પહેલીવાર મરાઠી ફિલ્મ ‘કિતી હસલ’ માટે ગીત ગાયું હતું. જોકે તેનું પહેલું ગીત ક્યારેય રિલીઝ થયું ન હતું. કહેવાય છે કે લતા મંગેશકરની પ્રથમ કમાણી માત્ર 25 રૂપિયા હતી પરંતુ અંત સુધીમાં તેઓ કરોડોની સંપત્તિ ની માલકીન  બની ગઈ હતી. છેલ્લા સમયમાં પણ લતા મંગેશકરની માસિક આવક 40 લાખ રૂપિયા અને વાર્ષિકઆવક 6 કરોડ રૂપિયાની આસપાસ જણાવવામાં આવી રહી છે. તેણે પોતાની મહેનતથી આ સ્થાન હાંસલ કર્યું હતું.ભારત રત્ન લતાજીનું દક્ષિણ મુંબઈમાં પેડર રોડ પર પ્રભુકુંજ ભવન નામનું ઘર છે.તેણી આ ઘરમાં રહેતી હતી. રિપોર્ટ અનુસાર આ ઘરની કિંમત કરોડોમાં છે. મીડિયા રિપોર્ટ્સ  મુજબ, લતા મંગેશકર કારની  શોખીન હતી અને તેમની પાસે શેવરોલે, બ્યુઇક અને ક્રાઇસ્લર હતી. ફિલ્મ નિર્માતા યશ ચોપરાએ ‘વીર ઝારા’ ગીતના રિલીઝ પછી લતા મંગેશકરને મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી.

 

લતા મંગેશકર ની સંપત્તિ નો વારસદાર 

એવું કહેવાય છે કે લતાદીદી ના મૃત્યુ પછી, સમગ્ર સંપત્તિ લતા મંગેશકર દ્વારા તેમના પિતાના નામે બનાવેલા ટ્રસ્ટમાં જશે.એવું પણ કહેવાય છે કે તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર સ્વર્ગસ્થ ગાયકની સંપત્તિનો વારસો મેળવશે કારણ કે લતાદીદી ને મુખાગ્નિ તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે આપી હતી . જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી.

 

120 Bahadur: CM રેખા ગુપ્તાએ ફરહાન અખ્તરની ‘૧૨૦ બહાદુર’ને દિલ્હીમાં ટેક્સ ફ્રી જાહેર કરી, ફિલ્મને લઈને કહી આવી વાત
Samay Raina: દિવ્યાંગો પર મજાક કરવા બદલ સમય રૈનાને સુપ્રીમ કોર્ટે સજા સંભળાવી, જાણો દર મહિને કોમેડિયન એ શું કરવું પડશે?
Aamir Khan: ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં કેમ ન પહોંચી શક્યો આમિર ખાન? શેર કરી ભાવુક યાદો અને ખાસ કારણ
Dharmendra Prayer meet: ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં સની અને બોબી દેઓલ થયા ભાવુક, ભીની આંખો સાથે આપી શ્રદ્ધાંજલિ
Exit mobile version