Site icon

બોલીવુડ તેમજ હોલીવુડની અનેક ફિલ્મો થવા જઈ રહી છે આ મહિને રિલીઝ, જાણો કઈ ફિલ્મ ક્યારે આવશે સિનેમાઘરોમાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર

‘સૂર્યવંશી’ પછી એક પણ બોલીવુડ કે હોલીવુડ ફિલ્મ આવી નથી જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હોય. સ્પાઈડર મેન નો વે હોમ પછી આગામી ૧૫ દિવસમાં રિલીઝ થનારી ફિલ્મો પર એક નજર કરીએ પાન ઈન્ડિયા ફિલ્મ પુષ્પા પાર્ટ-૧ઃ ધ રાઈઝ ૧૭ ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. આ એક તેલુગુ ફિલ્મ છે જેમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ હિન્દી અને અન્ય દક્ષિણ ભારતીય ભાષાઓની સાથે તેલુગુમાં પણ રિલીઝ થશે. એવું માનવામાં આવે છે કે પાન ઈન્ડિયા સારી કમાણી કરી શકે છે. ‘મેટ્રિક્સ રિસરેક્શંસ’ ૨૨ ડિસેમ્બરે રિલીઝ થશે. હોલીવુડની સફળ સાય-ફાઇ ફ્રેન્ચાઇઝ ધ મેટ્રિક્સ શ્રેણીની ફિલ્મમાં કીનુ રીવ્સ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે છે. આ વખતે પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મમાં એન્ટ્રી કરી છે. રણવીર સિંહની ‘૮૩’ ૨૪ ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૧૯૮૩માં ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ વર્લ્‌ડ કપ જીત પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીર સિંહ તત્કાલિન કેપ્ટન કપિલ દેવના રોલમાં છે જ્યારે દીપિકા પાદુકોણ તેની પત્ની રોમી દેવના રોલમાં જાેવા મળશે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, બોમન ઈરાની સહિતના શ્રેષ્ઠ કલાકારો ક્રિકેટરોના રોલમાં જાેવા મળશે. આ પણ એક પાન ઈન્ડિયા ફિલ્મ છે, જે હિન્દીની સાથે દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ રિલીઝ થઈ રહી છે

શાહિદ કપૂરની ફિલ્મ જર્સી ૩૧ જાન્યુઆરીએ રિલીઝ થશે. તે આ જ નામની તેલુગુ ફિલ્મની રિમેક છે. ફિલ્મની વાર્તા ક્રિકેટની રમત પર આધારિત છે. શાહિદ એક એવા ક્રિકેટરની ભૂમિકામાં છે જેણે ૧૦ વર્ષ પહેલા રમત છોડી દીધી હતી અને હવે તે ફરી એકવાર વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર ફિલ્મમાં મુખ્ય સ્ટારકાસ્ટનો ભાગ છે.’સ્પાઈડર મેન નો વે હોમ’, ૧૬ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ હોલીવુડ ફિલ્મને લઈને ટ્રેડ સર્કિટમાં જબરદસ્ત ચર્ચા છે અને માનવામાં આવે છે કે આ ફિલ્મ રેકોર્ડ ઓપનિંગ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે ‘સ્પાઈડર મેન નો વે હોમ’ વિશ્વવ્યાપી રોગચાળા પછી રિલીઝ થયેલી ફિલ્મોમાં કમાણીના નવા રેકોર્ડ બનાવી શકે છે. વેરાયટી મેગેઝીને શરૂઆતના સપ્તાહમાં ૧૨૦ મિલિયનની કમાણીનો અંદાજ મૂક્યો છે. ભારતમાં, ફિલ્મ અંગ્રેજીની સાથે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ છે.

આલિયા ભટ્ટ સામે કોઈ કેસ નોંધવામાં આવશે નહીં, BMC અધિકારીએ અભિનેત્રી ને લઇ કહી આ વાત; જાણો વિગત

‘સ્પાઈડર મેન નો વે હોમ’ સાથે, બોક્સ ઓફિસ પર એક નવો પડકાર ઉભો થયો છે, જેનો થિયેટર માલિકો સામનો કરશે. વાસ્તવમાં, આગામી ૧૫ દિવસમાં, દર અઠવાડિયે એક મોટી ફિલ્મ બોક્સ ઓફિસ પર ટકરાશે, જેના કારણે થિયેટર સંચાલકો માટે સ્ક્રીન આપવાનો પડકાર હશે. આ તમામ ફિલ્મો આ વર્ષની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મોમાંની છે અને તે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરશે તેવી અપેક્ષા રાખી શકાય છે. આવી સ્થિતિમાં કઈ ફિલ્મને ઓછી અને કઈને વધુ સ્ક્રીન આપવી તે નક્કી કરવું સરળ રહેશે નહીં.

 

Real vs Fake IMAX: IMAX ના નામે બોલિવૂડનો મોટો દાવ! મોટી સ્ક્રીન એટલે જ IMAX? જાણો કેમ તમારી પાસેથી વસૂલવામાં આવે છે ડબલ પૈસા
Naagin 7 Update: એકતા કપૂરનો આકરો મિજાજ! ‘નાગિન 7’ ના સેટ પર મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા પાછળનું શું છે અસલી કારણ? જાણો અંદરની વાત
Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Exit mobile version