Site icon

‘અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ છે’ AIIMS ના ડૉક્ટર સુધીર ગુપ્તાની ઓડિયો ટેપ થઇ લીક… જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

05 ઓક્ટોબર 2020

તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઈ દ્વારા બનાવવામાં આવેલી એઈમ્સની ફોરેન્સિક પેનલે દાવો કર્યો હતો કે, સુશાંતની હત્યા થઈ ન હતી પરંતુ તેણે આત્મહત્યા કરી હતી. હવે આ મામલે નવો વળાંક લીધો છે. એઈમ્સના ડોક્ટર સુધીર ગુપ્તાની એક ઓડિઓ ટેપ બહાર આવી છે, જેમાં તેઓએ દાવો કર્યો છે કે સુશાંતે આત્મહત્યા કરી નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. આ ઓડિઓ ટેપમાં એઈમ્સના ડોક્ટર સુધીર ગુપ્તા કહી રહ્યા છે કે જ્યારે પહેલી તસવીરો તેમની પાસે આવી ત્યારે લાગતું હતું કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. જો કે, પાછળથી એઈમ્સ ફોરેન્સિક પેનલના અહેવાલમાં જણાવાયું હતું કે સુશાંતનું મોત ફાંસી અને આત્મહત્યાને કારણે થયું છે.  

 

આ અંગે સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું હતું કે તેઓ એઈમ્સ પેનલના અહેવાલથી ખુશ નથી. તેમણે કહ્યું હતું કે તેઓ નવી ફોરેન્સિક ટીમની રચના અંગે સીબીઆઈના વડા સાથે વાત કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ફોરેન્સિક ટીમ શરીરની તપાસ કર્યા વિના કેવી રીતે નિર્ણાયક અભિપ્રાય આપી શકે છે, જ્યારે કૂપર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર પહેલાથી જ શંકા કરવામાં આવી છે, જેમાં મૃત્યુના સમયનો ઉલ્લેખ પણ નથી. 

ઉલ્લેખનીય છે કે અગાઉ વિકાસસિંહે કહ્યું હતું કે એઈમ્સનો રિપોર્ટ અંતિમ સંમિશ્રણ નથી. સીબીઆઈ હજી પણ તેની ચાર્જશીટમાં હત્યાનો કેસ દાખલ કરી શકે છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે એઈમ્સે પોતાને આપેલા ફોટોગ્રાફિક પુરાવાના આધારે તેનો અહેવાલ બનાવ્યો છે. આપને જણાવી દઈએ કે સીબીઆઈએ એઈમ્સ રિપોર્ટ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

Kantara: કાંતારા 2 નું ટ્રેલર આજે થશે લોન્ચ, નાનું બજેટ અને બોક્સ ઓફિસ પર સુનામી, ફિલ્મે આટલા ટકા નફા સાથે મચાવી ધૂમ
Akshay Kumar: બોલિવૂડ ના આ સુપરસ્ટાર ની ફિલ્મ ને કારણે થયા હતા અક્ષય અને ટ્વિંકલ ના લગ્ન, ખિલાડી કુમારે કર્યો ખુલાસો
Amitabh Bachchan: ‘જલસા’ બહાર ફેન્સને મળ્યા અમિતાભ બચ્ચન, ફેન્સ ને ભેટ માં આપી દાંડિયા ની સાથે આ વસ્તુ
Kalki 2898 AD: ‘કલ્કી 2898 એડી’ ની સીક્વલમાંથી દીપિકા બહાર, હવે 600 કરોડ ની ફિલ્મ માટે આ એક્ટ્રેસ નું નામ ચર્ચામાં
Exit mobile version