Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Copyright Dispute: બોક્સ ઓફિસ કલેક્શન પર કોર્ટની નજર: ‘ધુરંધર 2’ ની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટે આપ્યો અત્યાર સુધીનો સૌથી કડક આદેશ.

Dhurandhar 2 Copyright Dispute:1989 ની ફિલ્મ ‘ત્રિદેવ’ ના ગીતના કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ; ‘રંગ દે લાલ’ ગીત વિવાદમાં ફસાયું, કોર્ટે બંને પક્ષોને સમાધાન માટે બોલાવ્યા

Legal trouble for ‘Dhurandhar 2’: Delhi HC orders makers to maintain full accounts of earnings over copyright dispute with ‘Tridev

Legal trouble for ‘Dhurandhar 2’: Delhi HC orders makers to maintain full accounts of earnings over copyright dispute with ‘Tridev

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Copyright Dispute: રણવીર સિંહ સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર તો ધમાલ મચાવી રહી છે, પરંતુ હવે તે કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે. 1989 ની પ્રખ્યાત ફિલ્મ ‘ત્રિદેવ’ ના નિર્માતા ‘ત્રિમૂર્તિ ફિલ્મ્સ’ એ ‘ધુરંધર 2’ ના મેકર્સ પર કોપીરાઈટ એક્ટના ઉલ્લંઘનનો આરોપ લગાવીને દિલ્હી હાઈકોર્ટમાં દાવો કર્યો છે. આ મામલે કોર્ટે ફિલ્મની કમાણીનો હિસાબ રાખવાનો કડક આદેશ આપ્યો છે.આરોપ મુજબ, ‘ધુરંધર 2’ ના ગીત ‘રંગ દે લાલ (ઓયે ઓયે)’ માં જૂની ફિલ્મ ‘ત્રિદેવ’ ના સુપરહિટ ગીત ‘તિરછી ટોપી વાલે’ નો ઉપયોગ મંજૂરી વગર કરવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન બંને પક્ષો આ મામલે પરસ્પર સમજૂતી કરવા તૈયાર થયા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 OTT Release: ‘‘ધુરંધર 2’ ના ચાહકો માટે મોટા સમાચાર: બોક્સ ઓફિસ ગજવ્યા બાદ ફિલ્મ હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર, જાણો ક્યાં જોવા મળશે?

કોર્ટે કમાણીનો હિસાબ માંગ્યો

હાઈકોર્ટે આ મામલાને અત્યારે મેડિયેશન (મધ્યસ્થી) સેન્ટર પર મોકલી આપ્યો છે. કોર્ટે ‘ધુરંધર 2’ ના મેકર્સને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓ 19 માર્ચ (ફિલ્મ રિલીઝનો દિવસ) થી અત્યાર સુધીની કુલ કમાણીનો રેકોર્ડ સાચવીને રાખે. જો બંને પક્ષો વચ્ચે નાણાકીય લેવડદેવડમાં સહમતી નહીં સધાય, તો ફિલ્મની કમાણીનો આ ડેટા કોર્ટના અંતિમ ચુકાદામાં મહત્વની ભૂમિકા ભજવશે.


હાલમાં કોર્ટે ફિલ્મ કે તેના ગીત પર કોઈ સ્ટે કે પ્રતિબંધ લગાવ્યો નથી. મેકર્સે કોર્ટમાં ખાતરી આપી છે કે ફિલ્મ અત્યારે માત્ર થિયેટરમાં જ ચાલી રહી છે અને નજીકના ભવિષ્યમાં તેને OTT પર રિલીઝ કરવાનું કોઈ આયોજન નથી. આથી, ફિલ્મનું સ્ક્રીનિંગ ચાલુ રહેશે. હવે ૨૨ એપ્રિલે બંને પક્ષો મેડિયેશન સેન્ટરમાં હાજર રહેશે અને ૬ મે ના રોજ કોર્ટમાં આગામી સુનાવણી થશે.કાનૂની વિવાદોની વચ્ચે ‘ધુરંધર 2’ કમાણીના મામલે નવા શિખરો સર કરી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version