Site icon

Sonali Bendre Goldie Behl Land Dispute: બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પર જમીન કૌભાંડના આરોપ! ખેડૂતની ફરિયાદ બાદ પુણે કોર્ટમાં કેસ દાખલ, મચ્યો ખળભળાટ.

Sonali Bendre Goldie Behl Land Dispute: માવળના ઉકસણ ગામમાં ૩૨,૦૦૦ સ્ક્વેર ફૂટ જમીન પર ગેરકાયદે કબજાનો આરોપ; ખેડૂત પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપો

Legal Trouble for Sonali Bendre and Goldie Behl: Farmer Accuses Celebrity Couple of Land Grabbing in Pune

Legal Trouble for Sonali Bendre and Goldie Behl: Farmer Accuses Celebrity Couple of Land Grabbing in Pune

News Continuous Bureau | Mumbai

Sonali Bendre Goldie Behl Land Dispute: બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે અને તેના ફિલ્મ નિર્માતા પતિ ગોલ્ડી બહલ નવા કાયદાકીય સંકટમાં ઘેરાયા છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના એક ખેડૂત પરિવારે આ સેલિબ્રિટી કપલ પર જમીન હડપવા, ધમકાવવા અને પોતાના પ્રભાવનો દુરુપયોગ કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ મામલે પુણેની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે, જેની આગામી સુનાવણી 24 એપ્રિલ 2026 ના રોજ નક્કી કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : TV TRP Week 12: ટીઆરપી લિસ્ટમાં ‘ભૂકંપ’: વર્ષોથી નંબર ૧ રહેલી ‘અનુપમા’ની બાદશાહત ખતમ, જાણો કયા શોએ છીનવી લીધો તાજ!

૧૯૪૦થી ખેતી કરતા પરિવારનો ૩૨,૦૦૦ સ્ક્વેર ફૂટ જમીન પર દાવો

ફરિયાદી અને તેમની ૭૫ વર્ષીય માતા એ અદાલતમાં કરેલી અરજી મુજબ, માવળ તાલુકાના ઉકસણ ગામમાં આવેલી તેમની ૩૨,૦૦૦ સ્ક્વેર ફૂટથી વધુ જમીન પર સોનાલી બેન્દ્રે અને ગોલ્ડી બહલે ગેરકાયદે કબજો જમાવ્યો છે. પરિવારનો દાવો છે કે તેઓ ૧૯૪૦ના દાયકાથી આ જમીન પર ‘સુરક્ષિત ભાડુઆત’   તરીકે ખેતી કરી રહ્યા છે. પરંતુ ૧૯૮૦માં કોઈ પણ પૂર્વ સૂચના વગર તેમનું નામ રેવન્યુ રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યું હતું અને ૨૦૨૧માં આ જમીનનો એક હિસ્સો ગોલ્ડી બહલના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.


યાચિકામાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સોનાલી બેન્દ્રે અને ગોલ્ડી બહલ મજૂરો અને ભારે મશીનરી સાથે જમીન પર પહોંચ્યા હતા અને બાંધકામ શરૂ કર્યું હતું. જ્યારે ફરિયાદી ની માતા એ વિરોધ કર્યો, ત્યારે તેમને કથિત રીતે ધમકાવવામાં આવ્યા હતા. ખેડૂત  પરિવારે એવો પણ દાવો કર્યો છે કે સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓએ પણ આ સેલિબ્રિટી કપલનો પક્ષ લીધો હતો અને ખેડૂત પરિવારને જ ખોટા ચોરીના કેસમાં ફસાવી દેવાની ચેતવણી આપી હતી.આ ગંભીર આરોપો પર પ્રતિક્રિયા આપતા સોનાલી બેન્દ્રેએ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. અભિનેત્રીનું કહેવું છે કે જમીન ખરીદીના કોઈપણ દસ્તાવેજમાં તેમનું નામ સામેલ નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
Panchayat Season 5 Announcement: ‘પંચાયત 5’ માટે થઈ જાઓ તૈયાર! સચિવજી અને પ્રધાનજીની જોડી ફરી મચાવશે ધૂમ, જુઓ શૂટિંગના વાયરલ ફોટા
Yami Gautam Fees Dhurandhar 2: થોડી મિનિટોના રોલ માટે યામી ગૌતમે લીધી અધધ ફી, બોલિવૂડમાં મચ્યો ખળભળાટ
Abhishek Bachchan Aishwarya Rai Marriage: અભિષેક બચ્ચનનું ચોંકાવનારું નિવેદન: ઐશ્વર્યા સાથેના ૧૮ વર્ષના સંબંધોમાં ‘ઈગો’ ને લઈને કહી આ વાત!
Exit mobile version