Site icon News Continuous Bureau | Mumbai

Asha Bhosle Passed Away: સંગીત જગતમાં શોકનું મોજું: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, આવતીકાલે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર

Asha Bhosle Passed Away:છ દાયકા સુધી અવાજનો જાદુ ચલાવનાર ‘આશા તાઈ’ એ દુનિયાને કહ્યું અલવિદા; છાતીમાં ઈન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં હતા દાખલ, પુત્ર આનંદ ભોંસલેએ સમાચારની પુષ્ટિ કરી.

Legendary singer Asha Bhosle passes away at 92; Last rites to be performed at Shivaji Park tomorrow.

Legendary singer Asha Bhosle passes away at 92; Last rites to be performed at Shivaji Park tomorrow.

News Continuous Bureau | Mumbai

Asha Bhosle Passed Away: ભારતીય સંગીત જગતનો એક સુવર્ણ અધ્યાય આજે સમાપ્ત થયો છે. મશહૂર ગાયિકા આશા ભોંસલે નું 92 વર્ષની વયે નિધન થયું છે. શનિવારે તબિયત લથડતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રવિવારે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સાત દાયકા સુધી પોતાની મધુર અવાજથી કરોડો લોકોના દિલ જીતનાર આશા તાઈના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર ફરી વળી છે.ગાયિકાને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં ઈન્ફેક્શનને કારણે ઈમરજન્સી મેડિકલ સર્વિસ યુનિટમાં રાખવામાં આવ્યા હતા. તેમના પુત્ર આનંદ ભોંસલેએ આ દુખદ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે, આવતીકાલે સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા

શિવાજી પાર્કમાં થશે અંતિમ સંસ્કાર

આશા ભોંસલેના પાર્થિવ દેહને આવતીકાલે સોમવારે સવારે 11 વાગ્યે લોઅર પરેલ સ્થિત તેમના નિવાસસ્થાન ‘કાસા ગ્રાન્ડે’  ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે દાદરના શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નોંધનીય છે કે, આ એ જ સ્થળ છે જ્યાં તેમની મોટી બહેન અને સ્વર કોકિલા લતા મંગેશકરના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


8 સપ્ટેમ્બર 1933 ના રોજ જન્મેલા આશા ભોંસલેના પિતા પંડિત દીનાનાથ મંગેશકર પણ ગાયક અને અભિનેતા હતા.તેમણે 1943 માં મરાઠી ફિલ્મ ‘માઝા બાલ’ માં પોતાનું પ્રથમ ગીત ‘ચલા ચલા નાવ વાલા’ ગાયું હતું.1948 માં ફિલ્મ ‘ચુનરિયા’ ના ‘સાવન આયા’ ગીતથી તેમણે હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી હતી.પાંચ દાયકાથી વધુની કારકિર્દીમાં તેમણે હજારો ગીતો ગાયા અને વિશ્વભરમાં ખ્યાતિ મેળવી.આશા ભોંસલેના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે, “તેમના ગીતો હંમેશા ગુંજતા રહેશે.” અક્ષય કુમાર, સલમાન ખાન અને સંગીત જગતના અનેક દિગ્ગજોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આશા તાઈ માત્ર ગાયિકા જ નહીં, પરંતુ એક ઉત્સાહી વ્યક્તિત્વ હતા જેમને ઈન્દોરના નમકીન અને રસોઈ બનાવવાનો પણ ખૂબ શોખ હતો. તેમની ખોટ ક્યારેય પૂરી શકાય તેવી નથી.

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version