Site icon News Continuous Bureau | Mumbai

Love & War Leak: રણબીર-આલિયાના ‘રેટ્રો’ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ! ‘લવ એન્ડ વોર’ માંથી 80 ના દાયકાની ઝલક થઈ લીક; વિકી કૌશલના રોલ પર વધ્યું સસ્પેન્સ

Love & War Leak: રણબીર કપૂર પાતળી મૂછોમાં તો આલિયા ભટ્ટ રેટ્રો લુકમાં જોવા મળી; સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ભારે ચર્ચા.

Love & War Leak: Ranbir Kapoor and Alia Bhatt’s retro look goes viral; Vicky Kaushal’s avatar kept under wraps

Love & War Leak: Ranbir Kapoor and Alia Bhatt’s retro look goes viral; Vicky Kaushal’s avatar kept under wraps

News Continuous Bureau | Mumbai

Love & War Leak: બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’ બાદ હવે રણબીર કપૂર તેની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’  ને કારણે હેડલાઇન્સમાં છે. આ ફિલ્મનું નિર્દેશન દિગ્ગજ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે, જેઓ તેમની ભવ્ય સેટ ડિઝાઇન અને અદભૂત લુક્સ માટે જાણીતા છે. ફિલ્મની વાર્તા જૂના જમાનાની પૃષ્ઠભૂમિ પર આધારિત હોવાથી તેના પાત્રોના લુક પર ભારે મહેનત કરવામાં આવી છે, જેમાંથી કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ  થઈ ગઈ છે.વાયરલ થયેલા લુકમાં રણબીર કપૂર હલકી મૂછો અને મોટા કોલરવાળા શર્ટમાં જોવા મળી રહ્યો છે, જે 70 કે 80 ના દાયકાની યાદ અપાવે છે. બીજી તરફ, આલિયા ભટ્ટ  હેર બેન્ડ અને રેટ્રો હેરસ્ટાઇલ સાથે તે જ સમયગાળાના આઉટફિટમાં અત્યંત સુંદર લાગી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Shahrukh Khan King Release Date: રણબીર કપૂરની ‘રામાયણ’ના આટલા દિવસો બાદ રિલીઝ થશે શાહરૂખ ખાનની ‘કિંગ’; જાણો કઈ તારીખે આવશે ફિલ્મ

વિકી કૌશલના લુકને લઈને રહસ્ય અકબંધ

ફિલ્મની સ્ટાર કાસ્ટમાં રણબીર અને આલિયા ઉપરાંત વિકી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં છે. જોકે, મેકર્સ દ્વારા અત્યાર સુધી વિકીના લુકને સંપૂર્ણપણે સીક્રેટ રાખવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે વિકીનો રોલ ખૂબ જ પાવરફુલ હશે અને તેના લુકને કોઈ ખાસ ઇવેન્ટમાં જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિકીની છેલ્લી ફિલ્મ ‘છાવા’ સુપરહિટ રહી હતી, જેના કારણે તેની પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે.


ભણસાલી હંમેશા તેમના પાત્રોના દેખાવમાં કંઈક અલગ જ મેજિક લાવે છે. ‘લવ એન્ડ વોર’ ના લીક થયેલા ફોટા જોઈને યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે ભણસાલી જે રેટ્રો યુગ બનાવવા જઈ રહ્યા છે તે જોવું રસપ્રદ રહેશે. ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે અને તે આ જ વર્ષે (2026) રિલીઝ થવાની શક્યતા છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version