Site icon News Continuous Bureau | Mumbai

Lust Stories 3 Announcement: OTT પર ફરી જામશે રંગ: ‘લસ્ટ સ્ટોરીઝ 3’ ની જાહેરાત; ચાર દિગ્ગજ દિગ્દર્શકો લાવશે પ્રેમ અને વાસનાની નવી વાર્તાઓ

Lust Stories 3 Announcement: અદિતિ રાવ હૈદરી અને અલી ફઝલ સહિતના કલાકારો મચાવશે ધૂમ; નેટફ્લિક્સ પર આ વર્ષે રિલીઝ થશે એન્થોલોજી ફિલ્મ

Lust Stories 3 Announcement: Netflix to Return with Season 3; Aditi Rao Hydari and Ali Fazal to Star in New Anthology

Lust Stories 3 Announcement: Netflix to Return with Season 3; Aditi Rao Hydari and Ali Fazal to Star in New Anthology

News Continuous Bureau | Mumbai

Lust Stories 3 Announcement: ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ ઇન્ડિયાની સૌથી ચર્ચિત એન્થોલોજી ફિલ્મ ‘લસ્ટ સ્ટોરીઝ’  તેના ત્રીજા ભાગ સાથે પરત ફરી રહી છે. અગાઉના બે સીઝનની જબરદસ્ત સફળતા બાદ, મેકર્સ હવે ‘લસ્ટ સ્ટોરીઝ 3’ લાવવા માટે તૈયાર છે. આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ સિરીઝમાં ફરી એકવાર માનવીય સંબંધો, પ્રેમ અને વાસનાના વિવિધ પાસાઓને ઉજાગર કરવામાં આવશે.આ વખતે પણ ફિલ્મમાં ચાર અલગ-અલગ ટૂંકી વાર્તાઓ હશે, જેને ભારતીય સિનેમાના ચાર મોટા દિગ્દર્શકો ડાયરેક્ટ કરી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, આ સિઝનમાં વિક્રમાદિત્ય મોટવાણે, શકુન બત્રા, કિરણ રાવ અને વિશાલ ભારદ્વાજ જેવા દિગ્ગજ નામો જોડાયા છે. આ એન્થોલોજી  ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલા અને આશી દુઆ કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન

 સ્ટાર-સ્ટડેડ કાસ્ટ: કોણ કયા રોલમાં જોવા મળશે?

‘લસ્ટ સ્ટોરીઝ 3’ ની સ્ટારકાસ્ટ ખૂબ જ દમદાર છે. વિક્રમાદિત્ય મોટવાણેની વાર્તામાં રાધિકા આપ્ટે અને કોંકણા સેન શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શકુન બત્રાના સેગમેન્ટમાં અલી ફઝલ અને રાધિકા મદાનની જોડી જોવા મળશે. ‘લાપતા લેડીઝ’ ફેમ ડિરેક્ટર કિરણ રાવ ગુરફતેહ પીરઝાદા અને નવોદિત સના થમ્પી સાથે કામ કરી રહી છે. જ્યારે વિશાલ ભારદ્વાજ પોતાની ફિલ્મમાં ‘પદ્માવત’ ગર્લ અદિતિ રાવ હૈદરીને કાસ્ટ કરી રહ્યા છે.


 

આ એન્થોલોજીમાં દરેક વાર્તા પ્રેમ, વાસના , સત્તા અને સામાજિક દરજ્જા જેવા વિષયો પર આધારિત હશે. આ અગાઉ 2018 માં રિલીઝ થયેલા પહેલા ભાગમાં કિયારા અડવાણી અને વિકી કૌશલની જોડીએ ઘણી ચર્ચા જગાવી હતી. બીજા ભાગમાં પણ કાજોલ અને તમન્ના ભાટિયા જેવા કલાકારોએ શાનદાર અભિનય કર્યો હતો. ત્રીજી સીઝનમાં પણ બોલ્ડ  અને વાસ્તવિક વાર્તાઓ દ્વારા પ્રેક્ષકોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે.જાણકારી મુજબ, તમામ શોર્ટ ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ‘લસ્ટ સ્ટોરીઝ 3’ કદાચ 2026 ના મધ્યમાં નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version