Site icon News Continuous Bureau | Mumbai

Madhubala: મધુબાલા ની બાયોપિક ની થઇ જાહેરાત, મોટા પડદા પર ખુલશે અભિનેત્રી ના જિંદગી ના રહસ્યો, આ નિર્દેશક ના હાથ માં સોંપાઈ કમાન

Madhubala: બોલિવૂડ ની સૌથી સુંદર અભિનેત્રી મધુબાલા ની બાયોપિક ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ ફિલ્મ ના નિર્દેશક ને લઇને પણ ખુલાસો કરવામાં આવ્યો છે.

madhubala biopic announced director jasmeet k reen will direct this film

madhubala biopic announced director jasmeet k reen will direct this film

News Continuous Bureau | Mumbai

Madhubala: મધુબાલા ની બાયોપિક ના સમાચાર ઘણા મહિનાઓ થી ચાલતા આવે છે હવે આ બાયોપિક ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. હવે મધુબાલા ના જીવન ના રહસ્યો મોટા પડદા પર ખુલવા જઈ રહ્યા છે. આ ફિલ્મ આલિયા ભટ્ટની ફિલ્મ ડાર્લિંગ્સ ના નિર્દેશક જસમીત કે રીન બનાવી રહ્યા છે.આ જાહેરાત નિર્માતા સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન્સ અને બ્રુઇંગ થોટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મ મધુબાલા ની બહેન મધુર બ્રિજ ભૂષણ અને અરવિંદ કુમાર માલવિયા દ્વારા મધુબાલા વેન્ચર્સ બેનર દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anant, Radhika Pre-Wedding: અંબાણી પરિવારનો જૂનાગઢના ચોરવાડમાં ભવ્ય ભોજન સમારોહ, કોકિલાબેન અંબાણીએ ધીરુભાઈ સાથેના તેમના સંબંધો વાગોળ્યા

 

મધુબાલા ની બાયોપિક 

સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન્સ અને બ્રુઇંગ થોટ્સ પ્રાઇવેટ લિમિટેડ એ આ ફિલ્મ ની જાહેરાત કરતા જણાવ્યું કે,  ‘ઉત્સાહજનક સમાચાર, અમે મહાન મધુબાલાના સન્માનમાં અમારી આગામી ફિલ્મની જાહેરાત કરતાં રોમાંચિત છીએ, જે શિષ્ટતા અને પ્રતિભાની પ્રતિક છે. બોલિવૂડના સૌથી આઇકોનિક સ્ટાર્સમાંના એકની મહાન વશીકરણ અને મનમોહક વાર્તા જાણવા માટે તૈયાર રહો. અપડેટ્સ માટે જોડાયેલા રહો. મધુબાલા પર આધારિત ફિલ્મ ટૂંક સમયમાં આવી રહી છે.’


બોલિવૂડની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી મધુબાલા એ 70 થી વધુ ફિલ્મો માં કામ કરીને પોતાના અભિનય થી લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી હતી. મધુબાલા એ માત્ર 36 વર્ષ ની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version