Site icon News Continuous Bureau | Mumbai

Madhubala: પ્રેમના દિવસ એટલે કે વેલેન્ટાઈન ના દિવસે જન્મેલી મધુબાલા ના નસીબ માં નહોતો લખ્યો સાચો પ્રેમ,જાણો બોલિવૂડ ની સૌથી સુંદર અભિનેત્રી વિશે કેટલીક અજાણી વાતો

Madhubala: મધુબાલાના અભિનયના જ નહીં, પણ તેની સુંદરતાના પણ લોકો દીવાના હતા. મધુબાલા ને બોલિવૂડ ની સૌથી સુંદર અભિનેત્રી ગણવામાં આવતી હતી. મધુબાલા નો જન્મ વેલેન્ટાઈન ડે એટલે કે પ્રેમ માં દિવસે થયો હતો પરંતુ તેના નસીબ માં સાચો પ્રેમ હતો જ નહિ

madhubala birth anniversary know unknown fact of the actress

madhubala birth anniversary know unknown fact of the actress

News Continuous Bureau | Mumbai

Madhubala: મધુબાલાનો જન્મ ૧૪ ફેબ્રુઆરી ૧૯૩૩ના રોજ દિલ્હીમાં અતાઉલ્લાહ ખાન અને આયેશા બેગમને ત્યાં થયો હતો. મધુબાલા ૧૧ ભાઈ-બહેનોમાં પાંચમા ક્રમે હતા. ઘરની જવાબદારીઓ નિભાવવા માટે અભિનેત્રીએ નાની ઉંમરે જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ૧૯૪૨માં, મધુબાલાએ માત્ર ૯ વર્ષની ઉંમરે ફિલ્મ ‘વસંત’માં કામ કર્યું અને અહીંથી તેમની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ. મધુબાલા ને ‘વિનસ ઓફ ઇન્ડિયન સિનેમા’ તરીકે પણ યાદ કરવામાં આવે છે. આજે મધુબાલાની જન્મજયંતિ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Samay Raina: રણવીર અલ્હાબાદિયા ને શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’પર બોલાવવો સમય રૈના ને પડ્યો ભારે, સ્ટેન્ડ-અપ કોમેડિયન ના એક-બે નહીં આટલા શો થયા રદ

 મધુબાલા વિશે અજાણી વાતો 

મધુબાલા નું સાચું નામ મુમતાઝ જહાં દેહલવી હતું. પ્રખ્યાત અભિનેત્રી દેવિકા રાનીએ મુમતાઝને પોતાનું નામ બદલીને મધુબાલા રાખવાની સલાહ આપી હતી. મધુબાલા અને દિલીપ કુમારની પ્રેમકથા  આખી દુનિયા જાણે છે.મુઘલ-એ-આઝમના નિર્માણ દરમિયાન, બંને વચ્ચે નિકટતા વધી. ફિલ્મના શૂટિંગ દરમિયાન શરૂ થયેલો તેમનો પ્રેમ સંબંધ ફિલ્મ પૂર્ણ થતાં સુધીમાં તૂટી ગયો અને ખરાબ રીતે સમાપ્ત થયો. એવું કહેવાય છે કે મધુબાલા આ બ્રેકઅપથી ખૂબ જ દુઃખી હતી. દિલીપ કુમાર સાથેના સંબંધો તોડ્યા પછી, મધુબાલા કિશોર કુમારની વધુ નજીક આવી ગઈ. કિશોર કુમારે મધુબાલા સાથે લગ્ન પણ કર્યા હતા. 


 

એવું કહેવાય છે કે જ્યારે મધુબાલાની હાલત વધુ ખરાબ થઈ ગઈ, ત્યારે તેણે અભિનેત્રીને તેના પિતાના ઘરે છોડી દીધી કારણ કે તે તેને આ સ્થિતિમાં જોઈ શકતો ન હતો.મધુબાલા કિશોર કુમાર સાથે સમય વિતાવવા માંગતી હતી, પરંતુ કિશોર ઘણા અઠવાડિયા સુધી તેને મળવા આવ્યો નહીં, કિશોરથી દૂર રહેવાથી મધુબાલા વધુ બીમાર થઈ ગઈ. મધુબાલાના હૃદયમાં કાણું હતું. મધુબાલાએ આ ગંભીર બીમારીને ગંભીરતાથી લીધી નહીં. આવી સ્થિતિમાં, આ રોગ ધીમે ધીમે મોટો થતો ગયો. આખરે, 23 ફેબ્રુઆરી 1969 ના રોજ, મધુબાલાએ માત્ર 36 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી દીધી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version