Site icon

માધુરી દીક્ષિતે સલમાન ખાનના ગીત પર બોલિવૂડ ના આ અભિનેતા સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, બંનેની કેમેસ્ટ્રી જોઈને ચાહકો થયા દીવાના; જુઓ વિડીયો, જાણો વિગત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની એક સ્મિત ઘણા લોકોને ઘાયલ કરી દે છે. માધુરી દીક્ષિતે તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી યાદગાર ફિલ્મો આપી છે. માધુરી દીક્ષિત બહુ પ્રતિભાશાળી અભિનેત્રી હોવાની સાથે સાથે ખૂબ જ સુંદર ડાન્સર પણ છે. તેને બોલીવુડની એક્સપ્રેશન ક્વીન પણ કહેવામાં આવે છે.બોલિવૂડમાં દરેક અભિનેતા એકવાર માધુરી દીક્ષિત સાથે અભિનય કે ડાન્સ કરવાની ઈચ્છા રાખે છે અને તાજેતરમાં જ આ તક શેરશાહ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને મળી. 

Join Our WhatsApp Community

માધુરી દીક્ષિતે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ કરતો એક સુંદર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં માધુરી દીક્ષિત સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળી રહ્યો છે. આ વિડિયોમાં બંને સલમાન ખાન અને માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ હમ આપકે હૈ કૌનના ગીત પહેલા પહેલા પ્યાર હૈ પર ડાન્સ કરતા જોવા મળે છે.બંનેનો આ ડાન્સ ખરેખર રોમેન્ટિક છે. બંને એકબીજાની આંખોમાં જોઈને ડાન્સ કરી રહ્યાં છે. માધુરી દીક્ષિત એક પરફેક્ટ ડાન્સર તો છે જ, પરંતુ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ તેની સાથે સ્ટેપ્સ સારી રીતે પરફોર્મ કર્યા છે. બંનેનો આ રોમેન્ટિક ડાન્સ ફેન્સને પસંદ આવી રહ્યો છે. થોડા સમય પહેલા પોસ્ટ કરાયેલા આ વીડિયોને 2 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો :'ધ આર્ચીઝ'ના સેટ પરથી સુહાના, ખુશી, અગસ્ત્ય અને જહાન નો ફર્સ્ટ લૂક આવ્યો સામે, તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ, જાણો વિગત

માધુરી દીક્ષિત એક એવી અભિનેત્રી છે, જેની સાથે આજના કલાકારો એકવાર સ્ક્રીન સ્પેસ શેર કરવા માંગે છે. ધક ધક ગર્લના ચાહકો સામાન્ય લોકોમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ હાજર છે. સિદ્ધાર્થ સિવાય પોતાને માધુરી દીક્ષિતના સૌથી મોટા ફેન ગણાવતા રણબીર કપૂરે પણ માધુરી દીક્ષિત સાથે 'યે જવાની હૈ દીવાની'માં એક ખાસ ગીત કર્યું હતું.આ ઉપરાંત  વરુણ ધવને  પણ અભિનેત્રી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાનો મોકો મળ્યો. માધુરી દીક્ષિતના કરિયરની વાત કરીએ તો અભિનેત્રીએ કરણ જોહરની સીરિઝ 'ફેમ-ગેમ' દ્વારા ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.

Twinkle Khanna: આ બીમારી થી પીડાઈ રહી છે ટ્વિંકલ ખન્ના, અભિનેત્રી એ કર્યો ખુલાસો
Vijay Varma Struggle: સિમ કાર્ડથી સિલ્વર સ્ક્રીન સુધી,વિજય વર્માનો જીવનસંઘર્ષ, જાણો અભિનેતા બનવા માટે તેણે કેટલી મહેનત કરી
Bhavya Gandhi TMKOC: શું ખરેખર ‘તારક મહેતા’માં વાપસી કરી રહ્યો છે જૂનો ટપ્પુ? ભવ્ય ગાંધી એ જણાવી હકીકત
De De Pyaar De 2: ‘દે દે પ્યાર દે 2’ સામે છે 3 મોટાં ચેલેન્જ, જે 6 વર્ષ પહેલા અજય દેવગન એ જ ઊભાં કર્યા
Exit mobile version