Site icon

માધુરીએ શરૂ કર્યું ઓનલાઈન ડાન્સ કોન્ટેસ્ટ, કલાકારો આ રીતે કરી શકે છે અપ્લાય; જાણો ક્યારે શરુ થશે સ્પર્ધા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત નેનેએ તેના ઓનલાઈન ડાન્સિંગ પ્લેટફોર્મ 'ડાન્સ વિથ માધુરી' પર ઓનલાઈન ડાન્સ કોમ્પિટિશન 'મેક ધ વર્લ્ડ ડાન્સ' શરૂ કરી છે.આ સ્પર્ધામાં અરજી કરનારા તમામ ઉમેદવારોએ એવો ડાન્સ કરવાનો રહેશે કે જે  દરેકને ડાન્સ કરવા મજબૂર કરી દે. સ્પર્ધાના પ્રથમ વિજેતાને 12,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. બીજી તરફ બીજા ક્રમે આવનારને 8000 રૂપિયાની રકમ આપવામાં આવશે.તમામ ફાઇનલિસ્ટને માધુરી દીક્ષિત દ્વારા ડિજિટલી હસ્તાક્ષરિત સહભાગિતા પ્રમાણપત્ર અને એક મહિના માટે 'ડાન્સ વિથ માધુરી'નું મફત સબ્સ્ક્રિપ્શન આપવામાં આવશે.

સ્પર્ધા 23 ડિસેમ્બર, 2021 થી શરૂ થશે અને 9 જાન્યુઆરી, 2022 ના રોજ સમાપ્ત થશે. સ્પર્ધાના નિયમો સરળ છે; તમારી પસંદના કોઈપણ ગીત પર પર્ફોર્મ કરો અને ડાન્સ વિડિયો 'ડાન્સ વિથ માધુરી' વેબસાઈટ પર સબમિટ કરો. પરફોર્મન્સ વીડિયો એન્ટ્રી સબમિટ કરવાની છેલ્લી તારીખ 3 જાન્યુઆરી, 2022 હશે.માધુરી દીક્ષિત નેને, 'મેક ધ વર્લ્ડ ડાન્સ' સ્પર્ધા વિશે વાત કરતા કહે છે કે અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ આ વર્ષનો અંત ખૂબ જ સારી રીતે કરે. 2021 આપણા બધા માટે મુશ્કેલ રહ્યું છે. હાસ્ય, પ્રેમ અને નૃત્ય સાથે 2022 માં પ્રવેશ કરો. નૃત્ય કરતાં ઉજવણી કરવાની વધુ સારી રીત કઈ હોઈ શકે?

આ બોલિવૂડ એક્ટર સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માંગે છે હરનાઝ સંધુ, મિસ યુનિવર્સે જણાવ્યું આ પાછળ નું કારણ; જાણો વિગત

ગ્રાન્ડ ફિનાલે માટે ક્વોલિફાય થયેલા સ્પર્ધકોનું પરિણામ 5 જાન્યુઆરી, 2022 સુધીમાં 'ડાન્સ વિથ માધુરી'ના પ્રચાર પૃષ્ઠ પર પ્રદર્શિત કરવામાં આવશે.6 શોર્ટલિસ્ટેડ ફાઇનલિસ્ટને 9 જાન્યુઆરીના રોજ ઓનલાઈન જજીસની સામે 'ડાન્સ વિથ માધુરી' દ્વારા પૂછવામાં આવેલા ખાસ ગીત પર પરફોર્મ કરવાની તક આપવામાં આવશે.ડાન્સ વિથ માધુરીના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક હેન્ડલ્સ પર બીજા જ દિવસે વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે.

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version