Site icon News Continuous Bureau | Mumbai

મહાભારતના શકુની મામા ગૂફી પેન્ટલ ની હાલત ગંભીર, આ અભિનેત્રી એ પોસ્ટ કરી આપી માહિતી

મહાભારત સિરિયલમાં શકુની મામા નો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલ હોસ્પિટલમાં દાખલ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત ખૂબ જ ગંભીર છે

Gufi Paintal, Mahabharat Actor Who Played Shakuni Mama, Passes Away at 78

મનોરંજન ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો, ‘મહાભારત’ના ‘શકુની મામા’નું થયું નિધન 78 વર્ષની વયે અંતિમ શ્વાસ..

News Continuous Bureau | Mumbai

મહાભારત સિરિયલમાં શકુની મામા નો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલ હોસ્પિટલમાં દાખલ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત ખૂબ જ ગંભીર છે. જાણીતી અભિનેત્રી ટીના ઘાઈએ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે, તેણે ગૂફીના પરિવારને ટાંકીને આ વિશે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે.

Join Our WhatsApp Channel

 

ગૂફી પેન્ટલ ને ખરાબ તબિયત ને કારણે હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ 

ટીના ઘાઈએ તેના ઈન્સ્ટાગ્રામ પર ગુફી પેન્ટલની એક તસવીર શેર કરી અને તેની ખરાબ તબિયત વિશે જાણકારી આપી. આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગુફી પેન્ટલ જી મુશ્કેલીમાં છે. પ્રાર્થના કરો ઓમ સાંઈ રામ પ્રાર્થના, ઉપચાર માટે પ્રાર્થના, પ્રાર્થનાની જરૂર છે.” જે પછી લોકોએ તેની આ પોસ્ટ પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. એક મીડિયા સંસ્થા સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે અભિનેતા અને તેના પરિવારે આ વિગતો કોઈની સાથે શેર કરવાનો ઈન્કાર કર્યો છે. તેણે વધુમાં કહ્યું કે ગૂફીના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા, પરંતુ 31 મેના રોજ તેમની હાલત નાજુક થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગૂફી પેન્ટલ ની કારકિર્દી 

ગૂફીની કારકિર્દી વિશે વાત કરીએ તો, અભિનેતા 1980ના દાયકામાં હિન્દી ફિલ્મો સિવાય કેટલીક ટીવી સિરિયલોમાં જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે એક્ટિંગની દુનિયામાં પગ મૂકતા પહેલા તે એન્જિનિયર હતા. ગૂફીને બી આર ચોપરાની સીરિયલ મહાભારતથી ઓળખ મળી હતી. આ શોમાં તેણે શકુની મામા નું પાત્ર ભજવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: OTT પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતવણીઓ જરૂરી છે; આરોગ્ય મંત્રાલય દ્વારા નવા નિયમનની તૈયારી

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version