Site icon News Continuous Bureau | Mumbai

Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત

Asha Bhosle Music Institute Maharashtra:કેબિનેટ બેઠકમાં દિગ્ગજ ગાયિકાને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ; આશા તાઈની ઈચ્છા મુજબ નવા કલાકારો માટે બનશે અત્યાધુનિક સંગીત સંસ્થા, ફડણવીસે આપ્યું વચન

Maharashtra Government to fulfill Asha Bhosle's dream; Devendra Fadnavis announces International Music Institute in her memory.

Maharashtra Government to fulfill Asha Bhosle's dream; Devendra Fadnavis announces International Music Institute in her memory.

News Continuous Bureau | Mumbai

Asha Bhosle Music Institute Maharashtra:મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્વર્ગસ્થ ગાયિકા આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા એક મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર આશા તાઈના સ્મરણાર્થે એક આધુનિક મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટ બનાવશે. આ સંસ્થા આશા ભોંસલેનું એક સ્વપ્ન હતું, જેના દ્વારા તેઓ નવા અને જૂના કલાકારોને સંગીતની તાલીમ અને પોતાની કળાને નિખારવા માટે એક મંચ આપવા માંગતા હતા.આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આશા ભોંસલેના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલે શોક પ્રસ્તાવ વાંચીને ભારતીય સંગીતમાં તેમના અતુલનીય યોગદાનને યાદ કર્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Asha Bhosle Queen of Indipop: ઉંમર માત્ર એક નંબર છે! આશા ભોંસલેએ ‘જાનમ સમજા કરો’ થી સાબિત કરી દીધું કે તેઓ જ છે અસલી પોપ ક્વીન

આશા તાઈએ પોતે આપ્યું હતું સૂચન

મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન જણાવ્યું કે, એક ખાસ સંગીત સંસ્થા બનાવવાનો પ્રસ્તાવ ખુદ આશા ભોંસલેએ સરકાર સમક્ષ રાખ્યો હતો.ઉ આ સંસ્થામાં ઉભરતા ગાયકો અને સંગીતકારોને શાસ્ત્રીયથી લઈને આધુનિક સંગીતનું શિક્ષણ આપવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી છે કે સરકાર આ યોજનાને પ્રાધાન્ય આપશે અને તેને સાકાર કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.


મંત્રીમંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર સહિતના તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા. શનિવારે જ્યારે આશા તાઈનો પાર્થિવ દેહ હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યો હતો, ત્યારે પણ મુખ્યમંત્રી અને આશિષ શેલારે રૂબરૂ જઈને પુષ્પાંજલિ અર્પી હતી. સરકાર આશા ભોંસલેને માત્ર એક ગાયિકા તરીકે જ નહીં, પરંતુ મહારાષ્ટ્રના ગૌરવ તરીકે યાદ રાખી રહી છે.આઠ દાયકાથી વધુ લાંબી કારકિર્દી ધરાવતા આશા ભોંસલેને પદ્મ વિભૂષણ, દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને મહારાષ્ટ્ર ભૂષણ જેવા સર્વોચ્ચ સન્માનો મળ્યા છે. તેઓ કરોડોની સંપત્તિની સાથે સાથે હજારો સદાબહાર ગીતોનો અમૂલ્ય વારસો છોડી ગયા છે. હવે સરકાર દ્વારા સ્થાપિત થનારી આ મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટ આવનારી પેઢીઓ માટે આશા તાઈની જીવંત સ્મૃતિ બની રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Movie Controversy ‘રામાયણ સાથે છેડછાડ થઈ તો ઉગ્ર વિરોધ થશે’ રામલીલા મહાસંઘે રિલીઝ પહેલાં મેકર્સ સમક્ષ મૂકી આ માંગ
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
Baba Khatu Shyam Movie Announcement ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે બાબા ખાટુ શ્યામ પર બનશે ભવ્ય ફિલ્મ શું ૨૦૨૭માં તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ?
Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ
Exit mobile version