Site icon News Continuous Bureau | Mumbai

બૉલીવુડ કવિન કંગનાની મુશ્કેલીમાં વધારો, ઉદ્ધવ સરકારે કંગના વિરુદ્ધ ડ્રગ્સ મામલે મુંબઈ પોલીસને આપ્યા તપાસના આદેશ…જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

11 સપ્ટેમ્બર 2020

બૉલીવુડ કવિન અભિનેત્રી કંગના રનૌત અને મુંબઇ પોલીસ, બીએમસી તથા રાજ્ય સરકાર વચ્ચેના વિવાદમાં સતત વધારો થઇ રહ્યો છે. કંગના રનૌત સામે ડ્રગ્સ કેસમાં તપાસ થશે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ પોલીસને તપાસની જવાબદારી સોંપી દીધી છે. મુંબઈ પોલીસને આ મામલે મહારાષ્ટ્ર સરકાર પાસેથી ઓફિશિયલ લેટર પણ મળ્યો છે. મુંબઈ પોલીસ હવે એ વાત પર નિર્ણય નથી લઈ શકી કે કંગના ડ્રગ્સ કેસ મામલાની તપાસ SITને આપવી કે પછી એન્ટી નાર્કોટિક્સ સેલને.

 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના રનૌતની સામે ડ્રગ્સ કેસનો મામલો ઉઠાવ્યો હતો. તેઓએ કંગનાના એક્સ બોયફ્રેન્ડ અધ્યયન સુમનના એક જૂના ઈન્ટરવ્યુના આધારે આ મામલો ઉઠાવ્યો હતો. જેમાં અધ્યયન સુમને કંગના ડ્રગ્સ લેવાનો દાવો કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે કંગનાએ તેને પણ જબરદસ્તી ડ્રગ્સનું સેવન કરાવ્યું હતું.

તો હવે મહારાષ્ટ્ર સરકારના આ એક્શન પર સતત ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગનાએ પણ રિઍક્શન આપ્યું છે. કંગનાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘પ્લીઝ મારો ડ્રગ ટેસ્ટ કરો, મારા કોલ રેકોર્ડની તપાસ કરો. જો તમને ડ્રગ્સ પેડલરને લઈ કોઈ લિંક મળશે તો હું મારી ભૂલ માની લઈશ અને હંમેશા માટે મુંબઈ છોડી દઈશ.’

Amitabh Bachchan KBC 18 Monologue KBC 18 ના મંચ પર બદલાયો અમિતાભ બચ્ચનનો અંદાજ આ કારણે ઊભા રહીને મોનોલોગ ન આપી શક્યા
New TV Show On Neem Karoli Baba ‘હનુમાન અંશ’ ના 400 કરોડના ધમાકા બાદ સોની ટીવીનો માસ્ટરસ્ટ્રોક હવે નીમ કરોલી બાબા પર આવી રહ્યો છે નવો શો, ટીઝર આઉટ
Mukesh Khanna On Ramayan ‘રામાયણ’ માં રણબીર કપૂરના લુકથી નારાજ થયા મુકેશ ખન્ના ભારે VFX ના ઉપયોગ સામે પણ ઉઠાવ્યા સવાલ
Drishyam 3 Advance Booking ‘દ્રશ્યમ ૩’ ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ રિલીઝ અગાઉ જ એડવાન્સ ટિકિટ વેચાણમાં નવો રેકોર્ડ, થિયેટરો હાઉસફુલ
Exit mobile version