Site icon News Continuous Bureau | Mumbai

Mahavatar Narasimha: ‘મહાવતાર નરસિંહા’ બનાવવામાં લાગ્યા અધધ આટલા વર્ષ, ડિરેક્ટર આશ્વિન કુમાર એ ફિલ્મ ની સફળતા પર આપ્યું રિએક્શન

Mahavatar Narasimha: હોમ્બાલે ફિલ્મ્સની એનિમેટેડ ફિલ્મ 'મહાવતાર નરસિંહા'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ડિરેક્ટરે કહ્યું - "આ તો શરૂઆત છે"

Mahavatar Narasimha 5 Years in the Making, ₹40 Crore Budget, Director Ashwin Kumar Reacts to Success

Mahavatar Narasimha 5 Years in the Making, ₹40 Crore Budget, Director Ashwin Kumar Reacts to Success

News Continuous Bureau | Mumbai

Mahavatar Narasimha: હોમ્બાલે ફિલ્મ્સ (Hombale Films)ના બેનર હેઠળ બનેલી પેન ઇન્ડિયા એનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર નરસિંહા’ (Mahavatar Narasimha) 25 જુલાઈએ રિલીઝ થઈ હતી. ફિલ્મે માત્ર 13 દિવસમાં 112 કરોડ નું કલેક્શન કર્યું છે. ડિરેક્ટર આશ્વિન કુમાર (Ashwin Kumar)એ ફિલ્મની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે અને જણાવ્યું કે તેમને પહેલેથી જ વિશ્વાસ હતો કે ફિલ્મ સફળ થશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Saiyaara: ‘સૈયારા’ ફિલ્મ ની રિલ્સ ને લઈને વરુણ બડોલાએ કર્યો મોટો ખુલાસો

પાંચ વર્ષની મહેનત અને 40 કરોડ નું બજેટ

આશ્વિન કુમારએ એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ‘મહાવતાર નરસિંહા’ને બનાવવામાં તેમને પાંચ વર્ષ લાગ્યા. ફિલ્મ નું કુલ બજેટ 40 કરોડ હતું. તેમણે કહ્યું કે, “કેટલાક ખાસ દ્રશ્યોમાં વધુ ખર્ચ થયો છે, ખાસ કરીને છેલ્લાં 30 મિનિટના યુદ્ધના દ્રશ્યો અને પ્રહ્લાદ (Prahlad)ના ભગવાન (Bhagwan) સાથેના સંવાદમાં.” આશ્વિન કુમારએ જણાવ્યું કે “જ્યારે અમે કહીએ કે આ ફિલ્મ મોટી સફળતા મેળવશે, ત્યારે કોઈ વિશ્વાસ કરતું નહોતું. પણ ભગવાન નરસિંહ (Narasimha) અને ભક્ત પ્રહ્લાદ આપણા ઇતિહાસનો ભાગ છે. મને લાગે છે કે આ તો માત્ર શરૂઆત છે.”


ફિલ્મ રિલીઝ સમયે ‘સૈયારા’, ‘ફેન્ટાસ્ટિક ફોર’ (Fantastic Four) અને ‘સુપરમેન’ (Superman) જેવી હોલીવૂડ ફિલ્મો થિયેટર્સમાં ચાલી રહી હતી. છતાં ‘મહાવતાર નરસિંહા’એ પોતાનું સ્થાન બનાવ્યું અને બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો. ડિરેક્ટરે કહ્યું, “આ બધું ભારતના લોકોના પ્રેમ અને તેમના ઇતિહાસને સ્વીકારવા કારણે શક્ય બન્યું.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Dirty Picture 2 Cast ‘ધ ડર્ટી પિક્ચર ૨’ ની સત્તાવાર જાહેરાત તમન્ના ભાટિયા કે તૃપ્તિ ડિમરી કોણ બનશે નવી લીડ એક્ટ્રેસ?
Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
Exit mobile version