Site icon

મહેશ માંજરેકરે કરી શાહરૂખ ખાનની ટીકા, અભિનેતા વિશે કહી મોટી વાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

સોમવાર

મહેશ માંજરેકર બોલિવૂડના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક છે. તેણે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ શાનદાર અભિનય કર્યો છે અને હવે તે અભિનયની સાથે દિગ્દર્શનમાં પણ હાથ અજમાવી રહ્યો છે. તે તેની આગામી દિગ્દર્શક ફિલ્મ અંતિમ: ધ ફાઈનલ ટ્રુથને કારણે ચર્ચામાં છે. તેણે આ ફિલ્મના પ્રમોશનના સંદર્ભમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન શાહરૂખ ખાન વિશે એક મોટી વાત કહી છે.

મહેશ માંજરેકરનું માનવું છે કે બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન તેની પ્રતિભા સાથે ન્યાય નથી કરી રહ્યો. તે હવે કંઈ નવું કરે તેવું લાગતું નથી. તેણે પોતાની જાતને તેના ઝોનર માંથી બહાર લાવવી પડશે. મહેશ કહે છે કે શાહરૂખ પાસે તે બધું છે જે એક પરિપક્વ અભિનેતા પાસે હોવું જોઈએ પરંતુ તે અત્યારે પોતાની જાતને મર્યાદિત કરી રહ્યો છે. તેઓએ કંઈક અલગ  કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એક મીડિયા હોઉસ  સાથેની વાતચીત દરમિયાન દિગ્દર્શક મહેશ માંજરેકરે કહ્યું કે તે એક એવો અભિનેતા છે જેણે તેની પ્રતિભા સાથે ન્યાય કર્યો નથી, તે શાહરૂખ ખાન છે, સમસ્યા એ છે કે તે તેના ઝોનર માંથી બહાર આવવા માંગતો નથી. તે માત્ર એ વિશ્વાસમાં રહેવા માંગે છે કે મારી આ તસવીર ચાલશે, હું લવર બોય છું. તેઓએ આ શેલમાંથી બહાર આવવું પડશે. વાતચીતને આગળ વધારતા મહેશે કહ્યું કે આજકાલ રણવીર સિંહ અને રણબીર  કપૂર જે પાત્ર કરી રહ્યા છે તે શાહરુખ કરી રહ્યો છે તો લોકો શાહરૂખ ખાનને કેમ જોશે? લોકો શાહરૂખને તે પાત્રોમાં જોવા માંગે છે અને કહેવા માંગે છે કે આ પાત્ર માત્ર શાહરૂખ માટે જ બનાવવામાં આવ્યું હતું. મને પોતાને લાગે છે કે શાહરૂખ ખાને પોતાના બનાવેલા ઝોનર માંથી બહાર આવવું જોઈએ, તો જ તે કંઈક સારું કરી શકશે. તે એક શાનદાર અભિનેતા   છે.

દિવાળી પર 'જેઠાલાલે' ખરીદી નવી લક્ઝરી કાર, કિંમત જાણી ને ચોંકી જશો; જાણો વિગત

તમને જણાવી દઈએ કે, મહેશ માંજરેકરે સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ અંતિમ: ધ ફાઈનલ ટ્રુથનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ 26 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન પંજાબી પોલીસ ઓફિસરના રોલમાં છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version