Site icon

Malaika Arora Father suicide : મલાઈકા અરોરાના પિતાએ કરી આત્મહત્યા, બાંદ્રા સ્થિત ઘરના ધાબેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

Malaika Arora Father suicide : બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું નિધન થયું છે. અનિલે બુધવારે છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના સવારે 9 વાગ્યે બની હતી. આ ઘટના બાદ મલાઈકાનો પરિવાર અને તેના પરિચિતો આઘાતમાં છે. માહિતી મળતાં જ મુંબઈ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી છે અને માહિતી એકઠી કરી રહી છે. મલાઈકા અને તેના પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ અને મુશ્કેલ સમય છે.

Malaika Arora Father suicide Malaika Arora's father, Anil Arora, dies by suicide, reason unknown

Malaika Arora Father suicide Malaika Arora's father, Anil Arora, dies by suicide, reason unknown

News Continuous Bureau | Mumbai 

Malaika Arora Father suicide :બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. મળતા અહેવાલો મુજબ અભિનેત્રીના પિતાનું અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ  મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બાંદ્રામાં પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે, આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ સમાચાર પછી મલાઈકા અરોરાનો પરિવાર અને પરિચિતો આઘાતમાં છે. પિતાના નિધનના સમાચાર મળતા જ અભિનેત્રી પુણેથી મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી.

Join Our WhatsApp Community

Malaika Arora Father suicide :પૂર્વ પતિ અરબાઝ ખાન તરત જ અભિનેત્રીના ઘરે પહોંચી ગયો 

હાલ મલાઈકાના પિતાના મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. અનિલ અરોરાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ મુશ્કેલ સમયમાં મલાઈકા અરોરાનો પૂર્વ પતિ અરબાઝ ખાન તરત જ અભિનેત્રીના ઘરે પહોંચી ગયો હતો. અભિનેતા મલાઈકાના ઘરની બહાર પોલીસ સાથે વાત કરતો જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  US Presidential Election: અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે? કમલા હેરિસને આ ફેમસ સિંગર નું સમર્થન, મસ્કે કહ્યું- ‘ફાઈન ટેલર, યુ વિન…’

Malaika Arora Father suicide :બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે હાજર 

 મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકા અરોરાના પિતાએ છઠ્ઠા માળની ગેલેરી પરથી કૂદીને આત્મહત્યા કરી છે. બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, હાલ પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાના પિતા કેટલાક દિવસોથી બીમાર હતા.

Malaika Arora Father suicide :મલાઈકા અરોરા ઘરે નહોતી

અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોરા ઘરે ન હતી. આજે સવારે તે પુણેમાં હતી. આ ઘટનાની જાણકારી મળતા જ મલાઈકા તરત જ મુંબઈથી પુણે જવા રવાના થઈ ગઈ હતી. આ સમાચાર પછી ઘણા સેલેબ્સ પણ અભિનેત્રીના ઘરે પહોંચી રહ્યા છે. ગયા વર્ષે મલાઈકા અરોરાના પિતાની તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેત્રી તેની માતા સાથે હોસ્પિટલમાં જોવા મળી હતી. જો કે, તે સમયે પણ તેના પિતાને શું થયું તે જાણી શકાયું ન હતું.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version