News Continuous Bureau | Mumbai
એવું લાગે છે કે દરરોજ હેડલાઇન્સમાં રહેતી મલાઈકા અરોરાને ફેન્સની ભીડ પસંદ નથી આવી રહી. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે હાલમાં જ એરપોર્ટ પર કંઈક એવું બન્યું હતું, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સનું તાપમાન વધી ગયું હતું. મલાઈકા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીને જોવા અને મળવા માટે ભારે ભીડ પહોંચી હતી. પરંતુ ત્યાં ફેન્સની હરકત થી મલાઈકા ગુસ્સે થઈ ગઈ અને એક્ટ્રેસની સ્ટાઈલને કારણે નેટીઝન્સનો ગુસ્સો વધી ગયો.
મલાઈકા નો એરપોર્ટ વિડીયો વાયરલ
વાયરલ વીડિયોમાં, મલાઈકા એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ સેલ્ફી લેવા તેને ઘેરી લે છે. ચાહકો ઘ્વારા આવી હરકત કરવાથી મલાઈકાડરી ગઈ હતી. આ દરમિયાન એક વ્યક્તિ તેની સાથે સેલ્ફી લેવા માટે ખૂબ જ નજીક આવ્યો, જેનાથી મલાઈકા વધુ ચોંકી ગઈ. આવી સ્થિતિમાં પ્રતિક્રિયા આપતા અભિનેત્રીએ ગુસ્સો દર્શાવતા ફેન્સ સાથે ફોટો પડાવવાની સખત મનાઈ કરી હતી.
મલાઈકા થઇ ટ્રોલ
ફેન્સ આ વીડિયો પર કોમેન્ટ કરીને મલાઈકાને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. ટિપ્પણી કરતી વખતે, લોકો તેમના આ વર્તન માટે ક્લાસ લગાવી રહ્યા છે. ઘણા લોકો મલાઈકાને જયા બચ્ચન પાર્ટ 2 કહી ને બોલાવતા હતા. નેટીઝન્સ મલાઈકાની આ હરકત નેબિલકુલ પસંદ નથી કરી રહ્યા. એક યુઝરે લખ્યું કે ‘સો મચ પ્રાઈડ’. જ્યારે બીજાએ લખ્યું, ‘આ કઈ મોટી સુપરસ્ટાર છે, જેના માટે આટલા લોકો મરી રહ્યા છે.’ આ સાથે મલાઈકાના ચાહકોને પણ તે લોકો પર ગુસ્સો આવ્યો કે તેઓ આટલા નજીક કેવી રીતે આવી શકે.
