Site icon

મલાઈકા અરોરાએ રિક્રિએટ કર્યું ઝીનત અમાનનું આઇકોનિક ગીત ‘આપ જૈસા કોઈ’, તેની કાતિલ અદાઓ થી જીત્યું ફેન્સનું દિલ

મલાઈકા અરોરા લાંબા સમય પછી સિલ્વર સ્ક્રિન પર જોવા મળશે. હાલમાંજ તેનું આઈટમ સોન્ગ આપ જૈસા કોઈ રિલીઝ થયું છે. જેમાં તેની કાતિલ અદાઓ જોવા મળી રહી છે.

Malaika arora recreat zeenat aman song aap jaisa koi

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ( Malaika arora ) લાંબા સમય બાદ ધમાલ મચાવવા માટે તૈયાર છે. તેણીનો એક ગ્લેમરસ ડાન્સ નંબર ટૂંક સમયમાં આવી રહ્યો છે, જેના માટે તે લાઈમલાઈટમાં છે.અભિનેત્રીના લેટેસ્ટ આઈટમ નંબરનું નામ ‘આપ જૈસા કોઈ’  ( aap jaisa koi ) છે, આ ગીત આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘એન એક્શન હીરો’નું છે. આ ગીત બોલિવૂડની આઇકોનિક દિવા ઝીનત અમાનની ( zeenat aman )1980માં આવેલી ફિલ્મ ‘કુર્બાની’ની રીમેક છે, જે મૂળ ગીતથી સંપૂર્ણપણે અલગ છે.

Join Our WhatsApp Community

 જાણો ગીત માં શું છે ખાસ

આ ગીતને તનિષ્ક બાગચી દ્વારા રીક્રિએટ કરવામાં આવ્યું છે અને બદલાયેલા ગીતો ઝહરા એસ ખાન અને અલ્તમશ ફરીદીએ ગાયા છે. જ્યારે મૂળ ગીત નાઝિયા હસને ગાયું હતું, ગીત ઈન્દીવર દ્વારા અને સંગીત બિદ્દુએ આપ્યું હતું.મૂળ ગીતમાં, ઝીનત અમાન મૂળ લાલ પોશાકમાં જોવા મળી હતી, જે ફિરોઝ ખાન સાથે ક્લબમાં પરફોર્મ કરતી હતી. જ્યારે મલાઈકા અરોરાએ ટૂંકા ચમકદાર આઉટફિટ પહેર્યા છે. તેમજ, ગીતના અંતમાં આયુષ્માન ખુરાનાની એન્ટ્રી પણ બતાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  Dharavi Redevelopment : અદાણી ગ્રુપ ધારાવીને રિડેવલપ કરશે; પાંચ હજાર કરોડની બોલી જીતી

ફિલ્મ ક્યારે થશે રિલીઝ

આયુષ્માન ખુરાનાની ‘એન એક્શન હીરો’ 2 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. તેમાં જયદીપ અહલાવત પણ મુખ્ય ભૂમિકામાં છે.

Anu Malik Music Copy Controversy: અનુ મલિકનું આ હિટ ગીત હોલીવુડની બેઠી કોપી હોવાનો દાવો, ૩૩ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધી ફિરકી; જાણો શું છે સત્ય
Mardaani 3 OTT Release Date: તૈયાર થઈ જાઓ! ‘મર્દાની 3’ ની OTT રિલીઝ ડેટને લઈને આવ્યું મોટું અપડેટ; જાણો કયા પ્લેટફોર્મે ખરીદ્યા રાઈટ્સ
Dharmendra: ધર્મેન્દ્ર નું વધ્યું ગૌરવ: પદ્મ એવોર્ડ્સની યાદી જાહેર; જાણો કયા કલાકારોને મળ્યું સન્માન
King release date: શાહરૂખ ખાનની ‘કિંગ’ ૨૦૨૬માં મચાવશે ધૂમ! રિલીઝ ડેટના એનાઉન્સમેન્ટથી ચાહકોમાં ઉત્સાહ; જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં
Exit mobile version