News Continuous Bureau | Mumbai
Malaika arora: મલાઈકા અરોરા બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓ માની એક છે. મલાઈકા તેના બોલ્ડ એક્ટ અને ફેશન ગોલ્સ ને કારણે હંમેશા ચર્ચા માં રહે છે. મલાઈકાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ધૂમ મચાવી દે છે. અભિનેત્રીની સ્ટાઇલિશ સ્ટાઈલ દરેક વખતે તેના ચાહકોનું દિલ જીતી લે છે. હાલમાં જ મલાઈકા નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ફેન્સે એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
મલાઈકા અરોરા નો વિડીયો
તાજેતરમાં મલાઈકા એક ઇવેન્ટ માં પહોંચી હતી. આ ઇવેન્ટ માં તેને એક્વા ગાઉન પહેર્યો હતો જે ખૂબ જ બોલ્ડ હતો. મલાઈકાનો આ અવતાર ઘણા લોકોને પસંદ નહોતો આવ્યો જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે. આટલું જ નહીં, આ ડ્રેસને કારણે તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરવામાં આવી રહી છે. લોકોને મલાઈકા અરોરાનો ડ્રેસ પારદર્શક લાગ્યો હતો જેના કારણે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.
મલાઈકા ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા
મલાઈકા નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો પર લોકો એ કમેન્ટ કરતા લખ્યું છે કે, ‘ઉર્ફી તો આમ જ બદનામ છે હવે આને જુઓ’ બીજા એકે લખ્યું છે, ‘બુઢી ઘોડી લાલ લગામ’. અન્ય એક યુઝરે લખ્યું છે ‘આજકાલ લોકો ફેશનના નામે કંઈ પહેરતા નથી…તે દયનીય છે.’ આમ આ રીતે સોશિયલ મીડિયા યુઝર્સ મલાઈકા અરોરા ના વિડીયો પર કમેન્ટ કરતા જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Aryan khan: ટ્રાફિક માં ફસાયેલા આર્યન ખાન પાસે પૈસા માંગતી મહિલાઓ સાથે શાહરુખ ખાન ના પુત્ર એ કર્યું એવું વર્તન કે થયા વખાણ, જુઓ વિડીયો
