Site icon

કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં મમતા બેનર્જી એ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને લઈને કરી આ માંગ , શાહરુખ ખાન ને કહ્યો પોતાનો ભાઈ

બોલિવૂડના મેગા સ્ટાર્સ અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાને કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. સીએમ મમતા બેનર્જીએ પણ ભાષણ આપ્યું અને તેમના યોગદાનને પ્રશંસનીય ગણાવ્યું. સીએમ એ તેમની સ્પીચ માં કહ્યું કે, અમિતાભ બચ્ચનને ભારત રત્ન મળવો જોઈએ, જ્યારે તેણે શાહરૂખને પોતાનો ભાઈ કહ્યો.

mamata banerjee demands bharat ratna for amitabh bachchan in kiff

કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં મમતા બેનર્જી એ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને લઈને કરી આ માંગ , શાહરુખ ખાન ને કહ્યો પોતાનો ભાઈ

News Continuous Bureau | Mumbai

કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલ ( kiff ) શરૂ થઇ ગયો છે અને ફિલ્મ જગતના મોટા સ્ટાર્સે તેમાં ભાગ લીધો છે.આ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, જયા બચ્ચન, મહેશ ભટ્ટ, રાની મુખર્જી સહિત ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ( mamata banerjee ) સૌનું સ્વાગત કર્યું. કાર્યક્રમ દરમિયાન, સીએમ મમતાએ અમિતાભને ( amitabh bachchan ) ભારતનું ગૌરવ ( bharat ratna )  કહ્યા, જ્યારે શાહરૂખ ખાનને તેનો ભાઈ કહ્યો.

Join Our WhatsApp Community

મમતા બેનર્જી એ અમિતાભ બચ્ચન ને કહ્યા ભારત રત્ન

મમતાએ પોતાના ભાષણમાં અમિતાભ બચ્ચનને ભારત રત્ન કહ્યા હતા. મમતાએ કહ્યું કે, મારી નજરો માં અમિતાભ બચ્ચન ભારત રત્ન છે. અને અમે ઈચ્છીએ છીએ કે તેમને પણ ભારત રત્ન આપવામાં આવે. તેઓ સમગ્ર દેશ માટે આદરણીય છે.સાથે જ મમતા બેનર્જીએ શાહરૂખ ખાનને પોતાનો ભાઈ ગણાવ્યો અને કહ્યું કે શાહરૂખ મારો ભાઈ છે. મેં તેને હંમેશા મારો ભાઈ જ માન્યો છે. હું તેને રાખડી બાંધીશ. મને લાગે છે કે જે પણ બંગાળમાંથી જાય છે તે પ્રખ્યાત થાય છે.પછી તે રાની મુખર્જી હોય, જયા બચ્ચન હોય, કુમાર સાનુ હોય કે અરિજીત હોય. તે બધા અહીંના બ્રાન્ડ એમ્બેસેડર છે.

આ સમાચાર પણ વાંચો:  Avatar-The Way Of Water: જેની આશંકા હતી તે જ થયું, અવતાર-2 થિયેટર પહેલા ઇન્ટરનેટ પર લીક થઈ ગયું

અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન બન્યા આકર્ષણનું કેન્દ્ર

અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનના મૈત્રીપૂર્ણ સ્વભાવના દરેક લોકો ચાહક છે.અમિતાભને બંગાળના જમાઈ કહેવામાં આવે છે.કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલ ઈવેન્ટ દરમિયાન પણ અમિતાભ અને શાહરૂખની ચર્ચાઓ વધુ રહી હતી.ઈવેન્ટમાં શાહરૂખે બંગાળી ભાષામાં ભાષણ શરૂ કરીને સૌને ખુશ કરી દીધા હતા.શાહરૂખ ખાન પોતે બંગાળી બોલતા હસી પડ્યો હતો.તેને કહ્યું કે, મેં રાની મુખર્જી પાસે સ્પીચ લખાવી છે. ગમે તો વખાણ કરજો , ના ગમે તો રાની નો વાંક. કિંગ ખાનને સાંભળીને આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version