Site icon

Bigg Boss 19: બિગ બોસ 19 માં જોવા મળી શકે છે બોલિવૂડ ની આ વિવાદિત અભિનેત્રી, સલમાન ખાન સાથે કરી ચુકી છે કામ

Bigg Boss 19: 'બિગ બોસ 19'માં બોલિવૂડ ની આ વિવાદિત અભિનેત્રી ની એન્ટ્રી ની ચર્ચા ચાલી રહી છે. આ અભિનેત્રી એ શો ના હોસ્ટ સલમાન ખાન સાથે પણ કામ કર્યું હસે તો ચાલો જાણીએ તે અભિનેત્રી કોણ છે.

Mamta Kulkarni may enter Bigg Boss 19 show to stream from July 2025

Mamta Kulkarni may enter Bigg Boss 19 show to stream from July 2025

News Continuous Bureau | Mumbai 

Bigg Boss 19: ટીવી જગતનો સૌથી ચર્ચિત અને વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ’ હવે તેના 19મા સીઝન સાથે પાછો ફરી રહ્યો છે. શો જુલાઈ 2025થી સ્ટ્રીમ થવાનો છે અને તેમાં ભાગ લેવા માટે અનેક જાણીતા નામોની ચર્ચા ચાલી રહી છે. સૌથી વધુ ચકચાર જગાવતું નામ છે 90ના દાયકાની અભિનેત્રી મમતા કુલકર્ણી નું, જેણે સલમાન ખાન સાથે સુપરહિટ ફિલ્મ ‘કરન અર્જુન’  માં કામ કર્યું હતું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Bhool Chuk Maaf OTT Release: થિયેટર માં સ્ક્રીનિંગ ચાલુ હોવાની સાથે ઓટીટી પર પણ રિલીઝ થઇ ભૂલ ચૂક માફ, જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો રાજકુમાર રાવ ની ફિલ્મ

મમતા કુલકર્ણીનું વિવાદાસ્પદ જીવન

મમતા કુલકર્ણીનું નામ માત્ર ફિલ્મો માટે નહીં, પણ તેમના વિવાદાસ્પદ જીવન માટે પણ ચર્ચામાં રહ્યું છે. 90ના દાયકામાં તેનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયું હતું. ઉપરાંત, તેનું નામ ડ્રગ્સ કેસ માં પણ સામે આવ્યું હતું. હાલમાં તે સાધ્વી બની ગઈ છે અને થોડા સમય પહેલા તેને મહાકુંભમાં મહામંડલેશ્વર બનાવવામાં આવી હતી, જોકે વિવાદ બાદ તે પદથી તેને હટાવવામાં આવી હતી.


મમતા કુલકર્ણી સિવાય ‘બિગ બોસ 19’માં મुनમુન દત્તા, અપૂર્વા મખીજા, રામ કપૂર, ગૌતમી કપૂર, મૂન બેનર્જી, શશાંક વ્યાસ, અરહાન અંસારી, ડેઝી શાહ, ખુશી દુબે, નીલ મોટવાણી અને શરદ મલ્હોત્રા જેવા નામોની પણ ચર્ચા છે. ‘બિગ બોસ 19’ જુલાઈ 2025થી સ્ટ્રીમ થવાનો છે. શો હંમેશાની જેમ સલમાન ખાન હોસ્ટ કરશે. મેકર્સ તરફથી હજુ સુધી મમતા કુલકર્ણી અથવા અન્ય કોઈ સ્ટાર્સની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ અંગે ભારે ચર્ચા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version