Site icon

જેમ્સ કેમરૂન ની ‘અવતાર 2’ જોતા જોતા થિયેટરમાં થયું એક માણસનું મૃત્યુ,ડોકટરો એ જણાવ્યું મૃત્યુ નું કારણ

આંધ્રપ્રદેશમાં 'અવતાર 2' જોતી વખતે એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે.

man dies of heart attack while watching avatar 2

જેમ્સ કેમરૂન ની 'અવતાર 2' જોતા જોતા થિયેટરમાં થયું એક માણસનું મૃત્યુ,ડોકટરો એ જણાવ્યું મૃત્યુ નું કારણ

News Continuous Bureau | Mumbai

બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’ (અવતાર 2: ધ વે ટુ વોટર) સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે. જેમ્સ કેમરૂન ની આ ફિલ્મ 16 ડિસેમ્બરના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ ભારતમાં પણ અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ 2009માં આવેલી ફિલ્મ ‘અવતાર’નો બીજો ભાગ છે. મેકર્સની વિચારસરણી અને સ્ટારકાસ્ટનું કામ જોઈને લોકો દંગ રહી જાય છે.ખુદ નિર્માતાઓને પણ ખબર ન હતી કે પેન્ડોરાની દુનિયા લોકોને આટલી આકર્ષિત કરી શકે છે. દરમિયાન આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાના પેદ્દાપુરમ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અવતાર 2 ના કારણે એક વ્યક્તિએ પોતાનો ( man dies ) જીવ ગુમાવ્યો છે. થિયેટરમાં ફિલ્મ અવતાર 2 જોવા ( watching avatar 2 )  ગયેલા આંધ્રપ્રદેશના એક વ્યક્તિનું અચાનક મૃત્યુ ( heart attack )  થયું છે.

Join Our WhatsApp Community

ફિલ્મ ની વચ્ચે આવ્યો એટેક

આંધ્રપ્રદેશના પેદ્દાપુરમ શહેરમાં એક વ્યક્તિ તેના ભાઈ સાથે અવતાર 2 જોવા ગયો હતો. રિપોર્ટ અનુસાર, તે વ્યક્તિનું નામ લક્ષ્મીરેડ્ડી શ્રીનુ છે. ફિલ્મ જોતી વખતે શ્રીનુ અચાનક ફિલ્મની વચ્ચે પડી ગયો. તેનો નાનો ભાઈ રાજુ તેને કોઈક રીતે પેદ્દાપુરમની સરકારી હોસ્પિટલમાં લઈ ગયો પરંતુ ત્યાંના ડોક્ટરોએ શ્રીનુને મૃત જાહેર કર્યો.મૃત્યુનું કારણ જણાવતા ડોકટરોએ કહ્યું કે લક્ષ્મીરેડ્ડી પહેલાથી જ બ્લડપ્રેશરથી પીડિત હતા. ફિલ્મ જોઈને તે વધુ ઉત્સાહિત થઈ ગયો. જેના કારણે બ્લડ પ્રેશર થોડું વધી ગયું હતું. જેના કારણે તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત નીપજ્યું. લક્ષ્મીરેડ્ડી શ્રીનુના પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે.

આ સમાચાર પણ વાંચો:   શાહનવાઝ સાથે લગ્ન કરવાને કારણે દેવોલીના થઈ ટ્રોલ, બાળકો હિન્દુ હશે કે મુસ્લિમ?, ગુસ્સામાં અભિનેત્રીએ આપ્યો આવો જવાબ

પાર્ટ વન માં પણ થયું હતું મૃત્યુ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 12 વર્ષ પહેલા 2009માં તાઈવાનમાં આવી જ એક ઘટના બની હતી. હકીકતમાં, વર્ષ 2009માં જ્યારે જેમ્સ કેમરૂનની ફિલ્મ ‘અવતાર’ રીલિઝ થઈ હતી, તે દરમિયાન પણ 42 વર્ષના એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ અહેવાલ ફ્રાન્સ પ્રેસ એજન્સીમાં બહાર આવ્યો છે.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version