News Continuous Bureau | Mumbai
Manika Vishwakarma મનિકા વિશ્વકર્માનું સપનું સાકાર થયું છે. તેના માથે ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025’નો તાજ સજ્યો છે. હવે તે આ વર્ષના અંતમાં થાઇલેન્ડમાં યોજાનારી 74મી ‘મિસ યુનિવર્સ’ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ બ્યુટી પેજન્ટે મનિકા વિશ્વકર્માનું જીવન બદલી નાખ્યું છે અને તેને વધુ આત્મવિશ્વાસુ બનાવી છે.
તાજ જીત્યા બાદ મનિકા વિશ્વકર્મા શું બોલી?
‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025’નો તાજ જીત્યા બાદ મનિકા વિશ્વકર્માએ કહ્યું, “મારી સફર ગંગાનગર શહેરથી શરૂ થઈ. હું દિલ્હી આવી અને આ બ્યુટી કોમ્પિટિશન ની તૈયારી કરી. હું તે દરેકનો આભાર માનું છું જેમણે મને મદદ કરી અને મને આ સ્થાન સુધી પહોંચાડી. આ બ્યુટી કોમ્પિટિશન એક ખાસ દુનિયા છે, અહીં આપણી એક અલગ પર્સનાલિટી અને કેરેક્ટર ડેવલપ થાય છે. આ જવાબદારી માત્ર એક વર્ષની નહીં, પણ આજીવન મારી સાથે રહેશે.”
આ સમાચાર પણ વાંચો : Putin calls PM Modi: પુતિને PM મોદીને કર્યો ફોન: ટ્રમ્પ સાથે મુલાકાત બાદ પુતિને વડાપ્રધાન મોદી સાથે શેર કરી વિગતો
જ્યુરી મેમ્બર ઉર્વશી રૌતેલાએ વ્યક્ત કરી ખુશી
‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025’ની જ્યુરી મેમ્બર તરીકે અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ આ ઇવેન્ટમાં હાજર હતી. તે મનિકા વિશ્વકર્માની જીતથી ખૂબ ખુશ છે. ઉર્વશીએ કહ્યું, “સ્પર્ધા ખૂબ જ મુશ્કેલ હતી, પરંતુ વિજેતા અમારી સાથે છે. અમને ખૂબ ખુશી છે કે મનિકા વિજેતા બની. હવે તે મિસ યુનિવર્સમાં ચોક્કસપણે આપણને ગૌરવની તક આપશે.”