Site icon News Continuous Bureau | Mumbai

જાણીતા ફિલ્મ અને થિયેટર કલાકાર આશાલતાનું કોરોનાના કારણે 83 વર્ષની વયે નિધન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

22 સપ્ટેમ્બર 2020

દિગ્ગજ મરાઠી, હિન્દી ફિલ્મો અને રંગમંચના કલાકાર આશાલતા વાબગાંવકરનુ 83 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. આશાલતા વાબગાંવકર કોરોના વાયરસથી સંક્રમિત હતા. કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા બાદ તેમને સતારાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા. આશાલતા વાબગાંવકરના પરિવારે અધિકૃત નિવેદનમાં જણાવ્યુ છે કે આશાલતા વાબગાંવકર સતારા હોસ્પિટલમાં પોતાની મરાઠી સીરિયલ 'આઈ કલુબાઈ'નુ શૂટિંગ કરવા પહોંચ્યા હતા. જ્યાં નિયમ મુજબ તેમની કોરોના તપાસ કરવામાં આવી. જેમાં તે વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.  

 

ઉલ્લેખનીય છે કે આશાલતા વાબગાંવકરે હિંદી અને મરાઠી બંને ફિલ્મોમાં કામ કર્યુ હતુ. આશાલતા વાબગાંવકરે 100થી વધુ ફિલ્મો કરી હતી. આશાલતા વાબગાંવકરે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'જંજીર'માં પણ કામ કર્યુ હતુ જેમાં તેમણે અમિતાભની સાવકી માની ભૂમિકા નિભાવી હતી.  

Rohit Sharma TV Show ક્રિકેટ પીચ બાદ હવે ટીવી સ્ક્રીન પર ધમાકો કરશે રોહિત શર્મા, નવા શોના પ્રોમોમાં જોવા મળ્યો ‘હિટમેન’ નો અંદાજ
Hanuman Ansh ૮૦ કરોડ પાર કરી ચૂકેલી ‘હનુમાન અંશ’ ફિલ્મ માટે ડિરેક્ટરે ગામડે ગામડે ફરીને કેવી રીતે એકઠી કરી હતી ભીડ, વાયરલ વિડીયો આવ્યો સામે
Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Exit mobile version