Site icon

મરાઠી ઇન્ડસ્ટ્રી ની આ લોકપ્રિય અભિનેત્રી નું થયું માર્ગ અકસ્માતમાં મૃત્યુ, પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ દાખલ કર્યો કેસ

 News Continuous Bureau | Mumbai

મરાઠી ઈન્ડસ્ટ્રીની (Marathi Industry) લોકપ્રિય અભિનેત્રી કલ્યાણી કુરાલે જાધવનું (Kalyani Kurale Jadhav ) નિધન થયું છે. અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં (road accident) મૃત્યુ થયું હતું. કલ્યાણી ટીવી શો ‘તુજ્યત જીવ રંગલા’ માટે જાણીતી હતી. તે મરાઠી ઈન્ડસ્ટ્રીની ઉભરતી સ્ટાર હતી. 32 વર્ષીય અભિનેત્રીના નિધનથી ચાહકો આઘાતમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર અભિનેત્રીની મોટરસાઈકલ સિમેન્ટ મિક્સર ટ્રેક્ટર (cement mixer tractor) સાથે અથડાઈ હતી. હોસ્પિટલમાં લઈ જતાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.

Join Our WhatsApp Community

પોલીસના જણાવ્યા અનુસાર અભિનેત્રી ઘરે જઈ રહી હતી ત્યારે અકસ્માત (accident) થયો હતો. આ અકસ્માત સાંગલી-કોલ્હાપુર હાઈવેના (Sangli Kolhapur highway) હાલોંડી ઈન્ટરસેકશન પાસે થયો હતો. અહેવાલો અનુસાર, આ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ છે અને તેના પર ઘણા ખાડાઓ છે. અગાઉ પણ હાઇવે પર આવા અકસ્માતો બન્યા છે.પોલીસનું કહેવું છે કે ડ્રાઈવર  વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને મોટર વ્હીકલ જોગવાઈ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેત્રીએ થોડા સમય પહેલા જ એક હોટલ ખોલી હતી. અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા (social media) પર તેની પોસ્ટ શેર કરતી હતી. તેના મૃત્યુના થોડા સમય પહેલા અભિનેત્રીએ તેનો વીડિયો શેર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો:   ભારતમાં ધરા ધ્રુજી ઉઠવાનો સિલસિલો યથાવત.. આજે આ રાજ્યમાં વહેલી સવારે આવ્યો 4.1ની તીવ્રતાનો ભૂકંપ.. 

કલ્યાણી કુર્લે જાધવનો જન્મ અને અભ્યાસ કોલ્હાપુરમાં (Kolhapur) થયો હતો. અભિનેત્રી પોતાનું અભિનયનું સપનું પૂરું કરવા પુણેમાં (Pune) રહેતી હતી. અહેવાલ મુજબ, અભિનેત્રી કોરોના દરમિયાન તેના વતન પરત ગઈ હતી અને ત્યાં જ તેણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું.

 

Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
Zohran Mamdani: ટ્રમ્પ-મમદાનીની બેઠક બાદ પણ તણાવ, મેયરે ટ્રમ્પ વિરુદ્ધ પોતાના જૂના નિવેદનનો કર્યો બચાવ.
PM Narendra Modi: ભારત-ઇટાલી મૈત્રી: PM મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક, આ ગંભીર સમસ્યા વિરુદ્ધ મળીને લડવાનો સંકલ્પ
Bangladesh: ભારતને બાંગ્લાદેશનો મોટો પત્ર: પૂર્વ વડાપ્રધાન ‘શેખ હસીના’ને અમને સોંપો! કૂટનીતિમાં મોટો વળાંક
Exit mobile version