Site icon News Continuous Bureau | Mumbai

Mardaani 3 Box Office Collection Day 1:સની દેઓલના તોફાન સામે ઝુકી નહીં રાની મુખર્જી! ‘મર્દાની 3’ એ મુંબઈમાં મેળવ્યો જોરદાર રિસ્પોન્સ, જાણો પહેલા દિવસના આંકડા

Mardaani 3 Box Office Collection Day 1: ‘બોર્ડર 2’ ની જોરદાર ટક્કર વચ્ચે શિવાની શિવાજી રોયે સંભાળ્યો મોરચો; મુંબઈમાં સૌથી વધુ ૧૯.૫૦% ઓક્યુપન્સી નોંધાઈ, જાણો વિગતવાર આંકડા.

Mardaani 3 Box Office Collection Day 1: Rani Mukerji Starrer Earns ₹3.80 Crore

Mardaani 3 Box Office Collection Day 1: Rani Mukerji Starrer Earns ₹3.80 Crore

News Continuous Bureau | Mumbai

Mardaani 3 Box Office Collection Day 1:રાની મુખર્જીની લોકપ્રિય ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ ‘મર્દાની 3’ એ બોક્સ ઓફિસ પર સ્થિર શરૂઆત કરી છે. સેકનિલ્ક (Sacnilk) ના પ્રારંભિક અંદાજો મુજબ, ફિલ્મે તેના રિલીઝના પ્રથમ દિવસે એટલે કે શુક્રવારે અંદાજે 3.80 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. જોકે આ આંકડો ‘મર્દાની 2’ (₹3.80 કરોડ) ની સમાન છે, પરંતુ વર્તમાનમાં ચાલી રહેલી ‘બોર્ડર 2’ જેવી મોટી ફિલ્મોની લહેર વચ્ચે આ એક સન્માનજનક શરૂઆત માનવામાં આવે છે. અભિરાજ મીનાવાલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રાની મુખર્જી ફરી એકવાર ડર વગરની પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયના રોલમાં જોવા મળે છે. ફિલ્મમાં ડ્રગ્સ અને હ્યુમન ટ્રાફિકિંગના ગંભીર મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે, જેને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mardaani 3 First Review: રાની મુખર્જીનો દમદાર અંદાજ અને વિજય વર્માનો ખૌફનાક લૂક; જાણો જોવી જોઈએ કે નહીં ‘મર્દાની 3’?

શહેર મુજબ ઓક્યુપન્સી રિપોર્ટ

ફિલ્મનો સૌથી વધુ ક્રેઝ મહારાષ્ટ્રમાં જોવા મળ્યો છે. મુંબઈમાં સૌથી વધુ ૧૯.૫૦% ઓક્યુપન્સી નોંધાઈ હતી. શહેરો મુજબની વિગત:

 


આ વખતે વાર્તા ૯૩ યુવતીઓના ગુમ થવા અને હ્યુમન ટ્રાફિકિંગના રેકેટની આસપાસ ફરે છે. શિવાની શિવાજી રોય આ રહસ્યમયી કેસને ઉકેલવા માટે ‘અમ્મા’ (મલ્લિકા પ્રસાદ) નામના ખૌફનાક વિલન સામે લડે છે. ફિલ્મમાં સામાજિક સંદેશની સાથે દમદાર એક્શન અને ઈમોશનલ પળો પણ છે. ઈન્ડિયા ટીવીના રિવ્યુમાં આ ફિલ્મને ૩.૫ સ્ટાર આપવામાં આવ્યા છે.ટ્રેડ એનાલિટ્સનું માનવું છે કે પોઝિટિવ વર્ડ ઓફ માઉથ ને કારણે શનિવાર અને રવિવારના કલેક્શનમાં મોટો ઉછાળો આવી શકે છે. જો ફિલ્મ વીકેન્ડ પર ₹૧૨-૧૫ કરોડ સુધી પહોંચશે તો તે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Met Gala 2026। અંબાણી પરિવારની વહુની બહેને લૂંટી લીધી લાઈમલાઈટ! દીયા મહેતાની 3D મોર ડિઝાઈનવાળી સાડી સોશિયલ મીડિયા પર બની સેન્સેશન
Hrithik Roshan| પહેલી ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 100 રૂપિયા, આજે છે કરોડોના માલિક! રિતિક રોશને આ રીતે ખર્ચ્યા હતા પોતાની જિંદગીના પહેલા ૧૦૦ રૂપિયા
KSBKBT 2| પોતાનાથી ૮ વર્ષ મોટા એક્ટરની મા બની પરખ મદન? ઉંમરના તફાવત પર તોડી ચુપકીદી, ટ્રોલ્સને આપ્યો આવો જવાબ
Ramanand Sagar’s Iconic Show| રામાયણમહાભારત નહીં, પણ રામાનંદ સાગરનો આ શો હતો ‘માસ્ટરપીસ’! જાણો 8.3 રેટિંગ ધરાવતા તે શો વિશે જેણે રચ્યો હતો ઈતિહાસ
Exit mobile version