Site icon News Continuous Bureau | Mumbai

Mardaani 3 Runtime: રાની મુખર્જીની ‘મર્દાની 3’ તોડશે લંબાઈના રેકોર્ડ! સેન્સર બોર્ડે આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો ફ્રેન્ચાઇઝીની સૌથી લાંબી ફિલ્મનો રનટાઈમ

Mardaani 3 Runtime: 30 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘મર્દાની 3’; 2 કલાકથી વધુ લાંબી ફિલ્મમાં જોવા મળશે હાઈ-વોલ્ટેજ ડ્રામા, શિવાની શિવાજી રોય ફરી ગજવશે મેદાન

Mardaani 3 Runtime: Rani Mukerji’s crime thriller becomes the longest film of the franchise

Mardaani 3 Runtime: Rani Mukerji’s crime thriller becomes the longest film of the franchise

News Continuous Bureau | Mumbai

Mardaani 3 Runtime: રાની મુખર્જીની લોકપ્રિય ક્રાઈમ-એક્શન ફ્રેન્ચાઈઝી ‘મર્દાની’ નો ત્રીજો ભાગ રિલીઝ માટે તૈયાર છે. તાજેતરના અહેવાલો મુજબ, સેન્સર બોર્ડે આ ફિલ્મને UA (16+) સર્ટિફિકેટ સાથે પાસ કરી છે. ખાસ વાત એ છે કે આ વખતે ફિલ્મની લંબાઈ તેના અગાઉના બંને ભાગો કરતા વધુ રાખવામાં આવી છે, જે દર્શકોને વધુ રોમાંચક અનુભવ કરાવશે. ‘મર્દાની 3’ નું નિર્દેશન અભિરાજ મીનાવાલાએ કર્યું છે. આ ફિલ્મમાં રાની મુખર્જીની સાથે જાનકી બોડીવાલા અને મલ્લિકા પ્રસાદ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ વર્ષે રાનીની બે મોટી ફિલ્મો રિલીઝ થવાની છે, જેમાંથી એક ‘મર્દાની 3’ અને બીજી શાહરૂખ ખાનની ‘કિંગ’ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Border 2 Trailer: બોર્ડર 2’ નું ટ્રેલર રિલીઝ: સની દેઓલના દમદાર ડાયલોગ્સે જીત્યા દિલ, દેશભક્તિના રંગમાં રંગાયા ફેન્સ

‘મર્દાની 3’ નો રનટાઈમ

રાની મુખર્જીની ‘મર્દાની’ ફ્રેન્ચાઇઝીના ઈતિહાસમાં આ વખતે મુવી લવર્સને સૌથી લાંબી એક્શન સફર જોવા મળશે. ‘મર્દાની 3’ નો કુલ રનટાઈમ ૨ કલાક ૧૦ મિનિટ અને ૩૬ સેકન્ડ નક્કી કરવામાં આવ્યો છે, જે અગાઉની બંને ફિલ્મો કરતા નોંધપાત્ર રીતે વધારે છે. વર્ષ ૨૦૧૪માં આવેલી ‘મર્દાની’ની લંબાઈ ૧ કલાક ૫૩ મિનિટ (A રેટિંગ) અને ૨૦૧૯માં આવેલી ‘મર્દાની 2’ ની લંબાઈ માત્ર ૧ કલાક ૪૩ મિનિટ (UA રેટિંગ) હતી. સેન્સર બોર્ડે આ ત્રીજા ભાગને ‘UA 16+’ રેટિંગ સાથે લીલી ઝંડી આપી છે.


ટ્રેલર અને ટીઝર પરથી સ્પષ્ટ છે કે શિવાની શિવાજી રોય આ વખતે મહિલાઓ વિરુદ્ધ થતા કોઈ ગંભીર સાયબર ક્રાઈમ અથવા હ્યુમન ટ્રાફિકિંગના કેસનો પર્દાફાશ કરતી જોવા મળશે. રાની મુખર્જીનો એક્શન અવતાર હંમેશા દર્શકોને પસંદ આવ્યો છે, અને આ વખતે પણ મેકર્સે વાસ્તવિકતા અને રોમાંચનું મિશ્રણ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version