Site icon News Continuous Bureau | Mumbai

Mardaani 3 Trailer Released: એક્શન અને સસ્પેન્સનો ડબલ ડોઝ! મર્દાની 3 ના ટ્રેલરમાં રાની મુખર્જીનો દબંગ અવતાર, શું લેડી વિલનને પાઠ ભણાવી શકશે શિવાની?

Mardaani 3 Trailer Released: શિવાની શિવાજી રોયના પાવરફુલ પાત્રમાં રાની મુખર્જીની એન્ટ્રી, ગુમ થયેલી છોકરીઓને બચાવવા નીકળશે પોલીસ ઓફિસર.

Mardaani 3 Trailer Released: Rani Mukerji Returns as Shivani Shivaji Roy

Mardaani 3 Trailer Released: Rani Mukerji Returns as Shivani Shivaji Roy

News Continuous Bureau | Mumbai

Mardaani 3 Trailer Released: બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મર્દાની 3’ નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રાની ફરી એકવાર તેના આઇકોનિક પાત્ર શિવાની શિવાજી રોય તરીકે પરત ફરી રહી છે. ટ્રેલરમાં રાની મુખર્જી એક નિડર અને શક્તિશાળી પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી રહી છે, જે આ વખતે વધુ ખતરનાક અને ગંભીર કેસનો સામનો કરતી જોવા મળશે. આ ફિલ્મ મહિલાઓ સામે થતા ગુનાઓ અને લાપતા છોકરીઓના ગંભીર મુદ્દા પર આધારિત છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત

ટ્રેલરમાં શિવાની શિવાજી રોયનો નવો મિશન

ફિલ્મ ‘મર્દાની 3’ ના ટ્રેલરમાં જોવા મળે છે કે શિવાની શિવાજી રોય એક નવા અને પડકારજનક મિશન પર છે. આ વખતે તે છોકરીઓને ગાયબ કરતી ગેંગનો પર્દાફાશ કરવા નીકળે છે. ટ્રેલરમાં રાનીની એન્ટ્રી અને તેના ડાયલોગ્સ દર્શકોને પ્રભાવિત કરી રહ્યા છે. આ વખતે મિશન વધુ અંગત અને જોખમી જણાવાઈ રહ્યું છે. ફિલ્મમાં ‘શૈતાન’ ફેમ અભિનેત્રી જાનકી બોડીવાલા પણ એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે, જે ગુજરાતી સિનેમાની જાણીતી કલાકાર છે.


‘મર્દાની’ ફ્રેન્ચાઇઝીની ખાસિયત તેના વિલન રહ્યા છે. આ વખતે ટ્રેલરમાં વિલન તરીકે એક મહિલા જોવા મળે છે, જેનું પાત્ર મલ્લિકા પ્રસાદ ભજવી રહી છે. તે છોકરીઓને ગાયબ કરતું આખું ગેંગ ચલાવતી જોવા મળે છે. મલ્લિકાનો લુક અને તેનો અભિનય ટ્રેલરમાં ખૂબ જ ડરામણો અને પ્રભાવશાળી લાગી રહ્યો છે. રાની મુખર્જી અને મલ્લિકા પ્રસાદ વચ્ચેની સામસામે ટક્કર ફિલ્મનું મુખ્ય આકર્ષણ બની રહેશે.ટ્રેલરની સાથે જ મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દીધી છે. ‘મર્દાની 3’ આગામી 30 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version