Site icon

અસલ જિંદગીમાં મૂર્તિકાર છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો આ કલાકાર- બનાવ્યું PM મોદીનું સ્ટેચ્યુ-જુઓ ફોટોગ્રાફ્સ

 News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’(TMKOC)માં સુંદરનું પાત્ર ભજવનાર મયુર વાકાણીએ (Mayur vakani) ગુજરાતની ચૂંટણી (Gujarat election) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) ભવ્ય પ્રતિમા બનાવી છે. તેણે પોતાના મૂર્તિકલા ની ઘણી અદભૂત તસવીરો પોસ્ટ કરી છે.તસવીરોમાં મયૂર તેના સમર્થકોની મદદથી સ્ટેચ્યુ (statue) પર કામ કરતો જોવા મળે છે. આ પ્રતિમામાં પીએમ મોદી તેમના સિગ્નેચર કુર્તા અને જેકેટ સાથે ખૂબ જ વાસ્તવિક લાગે છે. મયુરે આ તસવીરોને કેપ્શન આપ્યું, “‘સેલ્ફી વિથ પીએમ’, મયુર વાકાણી અને ટીમ દ્વારા બનાવવામાં આવેલ સ્કલ્પચરનો અંતિમ સ્પર્શ.”

Join Our WhatsApp Community

અભિનય ઉપરાંત તેની કળાથી ચાહકો પ્રભાવિત થાય છે. એક નેટીઝને લખ્યું, “અદ્ભુત કામ મયુર ભાઈ.” બીજાએ ટિપ્પણી  કરી, “સુપર ️ સુંદર ભાઈ.” તે જ સમયે, ઘણા વપરાશકર્તાઓએ તેની મજાક ઉડાવતા કહ્યું કે મયૂર ઉર્ફે સુંદરે તેના ઓનસ્ક્રીન ‘માય ડિયર જીજાજી’ જેઠાલાલ (Dilip Joshi) પાસેથી મૂર્તિ બનાવવા માટે પૈસા લીધા હશે. તમને જણાવી દઈએ કે તારક મહેતા માં સુંદર જેઠાલાલ નો સાળો છે, જે હંમેશા તેમની પાસેથી પૈસા માંગતો રહે છે. એક યુઝરે લખ્યું કે, “મૂર્તિના પૈસા જેઠાલાલ પાસેથી લેવામાં આવ્યા હશે.”

આ સમાચાર પણ વાંચો: સાઉથ સુપરસ્ટાર મહેશબાબુ પર તૂટી પડ્યો દુ:ખનો પહાડ, માતા બાદ હવે તેમના પરિવારના આ સભ્યએ દુનિયાને કહ્યું અલવિદા.. 

મયુર વાસ્તવિક જીવનમાં દિશા વાકાણી (Disha vakani) ઉર્ફે દયાબેનનો ભાઈ  છે. જ્યારે દિશા વાકાણી તેની પ્રસૂતિ રજા પછી તારક મહેતામાં દેખાઈ નથી, મયુર હજી પણ તેનો એક ભાગ છે.ગયા મહિને, મયુરે દિશાને ગળાના કેન્સરથી (cancer) પીડિત હોવાની અફવાઓને ફગાવી દીધી હતી. મયુરે કહ્યું હતું કે, “આ પ્રકારની અફવાઓ મીડિયામાં ફેલાઈ રહી છે અને તેમાં કોઈ સત્ય નથી. તે સ્વસ્થ છે અને આ અફવાઓમાં કોઈ સત્ય નથી. દરરોજ આપણને તેના વિશે પાયાવિહોણી અફવાઓ સાંભળવા મળે છે પરંતુ ચાહકોએ આમાંથી કોઈ પર પણ વિશ્વાસ ના કરવો જોઈએ.”

 

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version