Site icon News Continuous Bureau | Mumbai

મળો ટપ્પુ સેનાના તોફાની ‘ગોલી હાથી’ને, જેમના કારણે જેઠાલાલ બબિતાજીને મળવા અસમર્થ છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો          

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

 

સબ ટીવી પર આગામી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ દિવસોમાં ચર્ચમાં છે. એનું કારણ બબિતાજી એટલે કે મુનમુન દત્તા અને ટપ્પુ એટલે કે રાજ અનાદકટની ડેટિંગના સમાચાર છે. જોકે બંનેએ ડેટિંગના સમાચાર પર ઘણો ગુસ્સો કાઢ્યો અને સમાચારને ખોટા ગણાવ્યા છે. ‘તારક મહેતા…’ શોની વાત કરીએ તો તેના દરેક પાત્રો પોતાનામાં ખાસ છે. ગોકુલધામ સોસાયટીમાં રહેતા લોકો એકબીજા સાથે ભાઈચારામાં રહે છે. ટપ્પુ સેનાની વાર્તા અનોખી છે. ટપ્પુ, સોનુ, ગોલી, ગોગી, પિંકુ આમાં છે, એથી તેઓ પોતાની કલાથી ચાહકોનાં દિલ જીતી લે છે.

આજે આપણે વાત કરીશું ટપ્પુ સેનાના સભ્ય ગોલી હાથીની. ગોલી ડૉ. હાથીનો પુત્ર છે અને ખાવા માટે પ્રખ્યાત છે. વળી, જેઠાલાલ અને તેમના ચાહકો તેમને ખૂબ પસંદ કરે છે. ગોલી અત્યંત તોફાની છે. ‘તારક મહેતા…’માં ગોલીની ભૂમિકા ભજવનાર બાળકલાકારનું નામ કુશ શાહ છે. કુશ શરૂઆતથી જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ રહ્યો છે. તેને શોમાં કામ કર્યાને 13 વર્ષ થઈ ગયાં છે. આ દરમિયાન તેનો લુક પણ ઘણો બદલાઈ ગયો છે. ગોલી અને જેઠાલાલની કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવી છે.

એક સામાન્ય માણસે અમીર ખાનની ઠેકડી ઉડાડી : કહ્યું જે પોતાની પત્ની સાથે વફાદાર નથી તે મારા પૈસા સાથે કઈ રીતે વફાદાર રહેશે?

તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા…’ શો બાદ કુશ શાહનું જીવન બદલાઈ ગયું. એક ઇન્ટરવ્યૂમાં કુશે કહ્યું હતું કે પહેલાં લોકો કે મારા સંબંધીઓ મને મારા નામથી બોલાવતા હતા, પરંતુ મેં શો કરવાનું શરૂ કર્યું ત્યારથી તેઓ મને ગોલીના નામથી બોલાવે છે. ગોલી 24 વર્ષનો છે. ગોલી એટલે કે કુશે આ શોમાં બાળકલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. કુશે ઘણી ટૂંકી ફિલ્મમાં પણ કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે કુશ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ છે. તાજેતરમાં કુશે તેની બાળપણની તસવીર શૅર કરી હતી, જે ખૂબ વાયરલ થઈ હતી. 

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version