Site icon News Continuous Bureau | Mumbai

Met Gala 2026| રાજા રવિ વર્માની પેન્ટિંગ્સ પહેરી કરણ જોહરનું મેટ ગાલા ડેબ્યૂ,આટલા કલાકમાં તૈયાર થયો લુક

Met Gala 2026| ફેશનના મંચ પર ભારતીય કળાનો દબદબો કરણ જોહરે પહેર્યો ચાલતોફરતો 'કેનવાસ', મનીષ મલ્હોત્રાના આ શાહી આઉટફિટમાં પૌરાણિક કથાઓ અને આધુનિક ફેશનનો અનોખો સંગમ.

Met Gala 2026| રાજા રવિ વર્માની પેન્ટિંગ્સ પહેરી કરણ જોહરનું મેટ ગાલા ડેબ્યૂ,આટલા કલાકમાં તૈયાર થયો લુક

Met Gala 2026| રાજા રવિ વર્માની પેન્ટિંગ્સ પહેરી કરણ જોહરનું મેટ ગાલા ડેબ્યૂ,આટલા કલાકમાં તૈયાર થયો લુક

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Met Gala 2026| ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં યોજાયેલા ‘મેટ ગાલા 2026’માં બોલીવુડના જાણીતા દિગ્દર્શક કરણ જોહરે ડેબ્યૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. કરણે આ વૈશ્વિક મંચ પર ભારતીય સંસ્કૃતિ અને કળાનું પ્રતિનિધિત્વ કરતા મહાન ચિત્રકાર રાજા રવિ વર્માની પેન્ટિંગ્સથી પ્રેરિત આઉટફિટ પહેર્યો હતો. આ લુકને તૈયાર કરવામાં કારીગરોએ 5,600 કલાકથી વધુનો સમય આપ્યો છે.

શાહી કેપ અને રાજા રવિ વર્માની કળા

કરણ જોહરે આ ઇવેન્ટ માટે ક્લાસિક બ્લેક સૂટ સેટ પર એક લાંબો ફ્લોર-લેન્થ કેપ (ઓવરકોટ) પહેર્યો હતો. આ કેપ આખા લુકનું આકર્ષણનું કેન્દ્ર હતું. તેના પર રાજા રવિ વર્માની પેન્ટિંગ્સથી પ્રેરિત હેન્ડ-પેન્ટેડ આર્ટવર્ક કરવામાં આવ્યું છે, જેમાં પૌરાણિક અને શાહી દ્રશ્યો આલેખવામાં આવ્યા છે. આ આઉટફિટમાં ઝરદોશી એમ્બ્રોઈડરી પણ કરવામાં આવી છે, જે તેને વધુ પ્રભાવશાળી બનાવે છે.

5,600 કલાકની મહેનત અને બારીક કારીગરી

ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ આ લુક તૈયાર કરવા માટે ભારતીય કારીગરોની મદદ લીધી હતી. આઉટફિટમાં હેન્ડ-પેન્ટેડ મોટિફ્સ, 3D એલિમેન્ટ્સ જેવા કે થાંભલા, કમળ અને હંસની આકૃતિઓ તૈયાર કરવામાં આવી છે. આ લુક માત્ર ફેશન સ્ટેટમેન્ટ નથી, પણ એક ચાલતું-ફરતું કેનવાસ છે જે ભારતીય કારીગરીની બારીકાઈ દર્શાવે છે. કરણે આ લુકને સ્ટાઇલિશ સનગ્લાસિસ અને રિંગ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો.

કોણ હતા રાજા રવિ વર્મા?

19મી સદીના મહાન ભારતીય ચિત્રકાર રાજા રવિ વર્માને આધુનિક ભારતીય કળાના પિતા માનવામાં આવે છે. તેમણે યુરોપિયન ટેકનિકને ભારતીય પૌરાણિક કથાઓ સાથે જોડીને અનેક અદ્ભુત પેન્ટિંગ્સ બનાવી હતી. તેમણે જ પ્રથમવાર દેવી-દેવતાઓને માનવીય સ્વરૂપમાં ચિત્રિત કર્યા હતા, જે આજે ભારતીય ઘરોમાં સાંસ્કૃતિક ઓળખ બની ગયા છે. મેટ ગાલા જેવા ઇન્ટરનેશનલ સ્ટેજ પર આ કળાનું પ્રદર્શન એ ગર્વની વાત છે.

👉 આ સમાચાર વાચો:
China Fireworks Factory Explosion Hunan| ધડાકા સાથે આખી ફેક્ટરી કાટમાળમાં ફેરવાઈ! ચીનમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટથી ૨૧ લોકોના મોત, અનેકની હાલત ગંભીર

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version