Site icon News Continuous Bureau | Mumbai

Met Gala 2026 Strict Rules| પાર્ટનરથી દૂર રહેવું અને લસણ ન ખાવું! મેટ ગાલાના આ કડક નિયમો જાણીને તમે પણ ચોંકી જશો

Met Gala 2026 Strict Rules|| ફેશનના મહાકુંભમાં કડક શિસ્ત ફોન વાપરવા પર પ્રતિબંધથી લઈને સ્મોકિંગ સુધીના નિયમોએ જગાવી ચર્ચા, મેટ ગાલા 2026ની થીમ 'કોસ્ચ્યુમ આર્ટ' પર મહેમાનોએ પાળવી પડશે મર્યાદા.

Met Gala 2026 Strict Rules| પાર્ટનરથી દૂર રહેવું અને લસણ ન ખાવું! મેટ ગાલાના આ કડક નિયમો જાણીને તમે પણ ચોંકી જશો

Met Gala 2026 Strict Rules| પાર્ટનરથી દૂર રહેવું અને લસણ ન ખાવું! મેટ ગાલાના આ કડક નિયમો જાણીને તમે પણ ચોંકી જશો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Met Gala 2026 Strict Rules| ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે મેટ ગાલાનું આયોજન કરવામાં આવે છે. આ કોઈ સામાન્ય પાર્ટી નથી, પરંતુ એક આર્ટ અને ક્યુરેટેડ એક્સપિરિયન્સ છે. આ વર્ષે ‘કોસ્ચ્યુમ આર્ટ’ (Costume Art) થીમ સાથે યોજાઈ રહેલી આ ઈવેન્ટમાં એલિસ્ટ સેલિબ્રિટીઝ માટે પણ કેટલાક એવા નિયમો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સેલ ફોન અને સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ

એકવાર મહેમાનો મ્યુઝિયમના પગથિયાં ચઢી જાય પછી ફોનનો ઉપયોગ કરવો ગુનો ગણાય છે. અહીં ‘પોઝ આપો પણ પોસ્ટ ન કરો’નો નિયમ લાગુ પડે છે. જમતી વખતે સ્ક્રોલ કરવું, સેલ્ફી લેવી કે વીડિયો બનાવવાની સખત મનાઈ છે. ઈવેન્ટની એક્સક્લુઝિવિટી અને પ્રાઈવસી જાળવી રાખવા માટે માત્ર ઓફિશિયલ મીડિયા ટીમને જ ફોટા પાડવાની મંજૂરી આપવામાં આવે છે.

પાર્ટનર કે બેસ્ટ ફ્રેન્ડ સાથે બેસી શકાશે નહીં

મેટ ગાલામાં તમે તમારી સીટ જાતે પસંદ કરી શકતા નથી. એટલું જ નહીં, મહેમાનોને તેમના જીવનસાથી અથવા ખાસ મિત્ર સાથે બેસવાની પણ મંજૂરી હોતી નથી. આ નિયમ પાછળનો હેતુ સેલિબ્રિટીઝ એકબીજા સાથે નેટવર્કિંગ કરે અને નવા લોકોને મળે તેવો છે. આ ઉપરાંત, કોઈના ભૂતપૂર્વ (Ex) પાર્ટનરને સાથે બેસાડવા પણ નિયમની વિરુદ્ધ છે.

ડાયેટરી રૂલ્સ: લસણ અને ડુંગળી પર પ્રતિબંધ

સૌથી વધુ ચર્ચિત નિયમ ખાવા-પીવાને લગતો છે. અહીં પીરસવામાં આવતા ભોજનમાં લસણ કે ડુંગળીનો ઉપયોગ કરવામાં આવતો નથી. કારણ એટલું જ છે કે કરોડોની કિંમતના કપડાં પહેરીને મહેમાનો એકબીજાની બાજુમાં બેઠા હોય ત્યારે શ્વાસની દુર્ગંધ ન આવે. આ ઉપરાંત, સ્મોકિંગ પર પણ સખત પ્રતિબંધ છે, જેથી મોંઘા આઉટફિટ્સ પર સિગારેટની રાખ ન પડે કે તેને નુકસાન ન થાય.

👉 આ સમાચાર વાચો:
Jaya Bachchan Scriptwriter Shahenshah| અમિતાભની આ સુપરહિટ ફિલ્મની લેખિકા હતી જયા બચ્ચન! શું તમે જાણો છો આ બ્લોકબસ્ટર ફિલ્મનું નામ?

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version