મોડલ એક્ટર મિલિંદ સોમણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મિલિંદ હાલમાં ઘરમાં જ આઈસોલેશનમાં છે. મિલિંદે સોમણે મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી.
વરિષ્ઠ એક્ટર ધર્મેન્દ્રના સ્ટાફમાંથી 3 સભ્યોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. ત્યારબાદ ધર્મેન્દ્રનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, તેમનો રિપોર્ટ નેગેટિવ છે.
બોલિવૂડમાં કોરોનાના કેસ વધતા ગયા છે. રોજ કોઈને કોઈ સેલેબ્સ કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે.
