Site icon News Continuous Bureau | Mumbai

 મીરા રાજપૂતનો જોવા મળ્યો ગ્લૅમરસ અંદાજ, સોશિયલ મીડિયામાં તસવીર થઈ વાયરલ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

બૉલિવુડ સ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ભલે સ્ટાર નથી, પરંતુ પોતાની સ્ટાઇલના કારણે તે ઘણી બૉલિવુડ ડિવાઝને પાછળ છોડી દે છે. મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટોઝ અને વીડિયોઝ શૅર કરતી રહે છે. મીરાના સોશિયલ મીડિયા પર શાનદાર ફેન- ફૉલોઅર્સ છે. ઘણી વખત તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. 

 

મીરા રાજપૂતે સોશિયલ મીડિયા પર તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તેનો ગ્લૅમરસ અંદાજ જોવા મળ્યો છે. મીરાએ આ તસવીરમાં પીચ કલરનો પ્રિન્ટેડ સ્વિમ ડ્રેસ પહેર્યો છે. તેના હાથ ઉપર એક સ્ટોલ રાખી છે. ઓવરસાઇઝ્ડ સનગ્લાસ સાથે વ્હાઇટ કલર કોલ્હાપુરી ચપ્પલ તેના લુકને શાનદાર કરે છે. મીરાએ તસવીર શૅર કરતાં કૅપ્શનમાં લખ્યું છે કે – ખરાબ થવાના થોડી મિનિટ પહેલા.  

આપને જણાવી દઈએ કે મીરા રાજપૂત અને શાહીદ કપૂરનાં લગ્ન 7 જુલાઈ, 2015નાં થયાં હતાં. બંનેની એક દીકરી મિશા અને એક દીકરો જેન છે. શાહિદ કપૂર હાલના દિવસોમાં આગામી ફિલ્મ ‘જર્સી’માં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં તે પિતા પંકજ કપૂર અને મૃણાલ ઠાકુર સાથે જોવા મળશે.

Kuch Kuch Hota Hai Completes 28 Years ‘કુછ કુછ હોતા હૈ’ની રિલીઝને ૨૮ વર્ષ પૂર્ણ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીમાંથી કોને મળી હતી સૌથી વધુ ફી?
Dulquer Salmaan Aakasamlo Oka Tara પવન સાદિનેની દિગ્દર્શિત ‘AOT’ નું ઓફિશિયલ ટીઝર આઉટ; આ તારીખે વિશ્વભરમાં થશે રિલીઝ
Neha Sharma Legal Action AI Content પરવાનગી વિના એઆઈ કન્ટેન્ટ બનાવનારા સામે નેહા શર્માની કડક ચેતવણી ‘ફેક એકાઉન્ટ પાછળ છુપાઈને નહીં બચી શકાય’, કાનૂની કાર્યવાહીની તૈયારી
Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Exit mobile version