Site icon News Continuous Bureau | Mumbai

Mithun Chakraborty: મિથુન ચક્રવર્તી ની મુશ્કેલી માં થયો વધારો, આ મામલે BMC એ અભિનેતા ને મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો

Mithun Chakraborty: મિથુન ચક્રવર્તી ની મુશ્કેલી માં વધારો થયો છે. મલાડમાં ગેરકાયદેસર બાંધકામ મામલે BMC એ મિથુન ચક્રવર્તીને ને નોટિસ આપી છે.

Mithun Chakraborty Receives BMC Notice Over Alleged Illegal Construction in Malad

Mithun Chakraborty Receives BMC Notice Over Alleged Illegal Construction in Malad

News Continuous Bureau | Mumbai

Mithun Chakraborty: અભિનેતા મિથુન ચક્રવર્તી ને મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા મલાડના એરંગલ ગામમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ મામલે કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી છે. BMC ની  નોટિસ મુજબ, તેમને 7 દિવસની અંદર બાંધકામને યોગ્ય ઠેરવવાનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Saif Ali Khan: સૈફ અલી ખાન ની મુશ્કેલી વધી, અભિનેતા ની આટલી સંપત્તિ માં નીકળ્યું પાકિસ્તાની કનેક્શન, જાણો શું પગલાં લેશે સરકાર

મલાડના એરંગલ ગામમાં બાંધકામ વિવાદ

BMCના જણાવ્યા મુજબ મિથુન ચક્રવર્તી દ્વારા માલિકી ધરાવતા પ્લોટ પર બે મિજેનાઇન માળવાળી ઈમારતો, એક ગ્રાઉન્ડ ફ્લોર સ્ટ્રક્ચર અને ત્રણ તાત્કાલિક યુનિટ્સ બનાવવામાં આવ્યા છે. આ બાંધકામ ઈંટ, લાકડું, કાચ અને એસી શીટ (AC Sheet)થી કરવામાં આવ્યું છે અને તે માટે કોઈ અધિકૃત મંજૂરી લેવામાં આવી નથી.BMCએ ચેતવણી આપી છે કે જો સંતોષકારક જવાબ ન મળે તો આ બાંધકામને માલિકના જોખમે તોડી પાડવામાં આવશે અને કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે. આ પગલું માધ વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ સામેની વિશાળ કાર્યવાહીનો ભાગ છે.


મિથુન ચક્રવર્તીએ આ આરોપોને નકારી કાઢ્યા છે. મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, “મારા પાસે કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી. ઘણા લોકોને નોટિસ મોકલવામાં આવી છે અને અમે અમારા જવાબ મોકલી રહ્યા છીએ.” અધિકારીઓએ જણાવ્યું કે આ મામલો MMC અધિનિયમની કલમ 475 A હેઠળ આવે છે, જેમાં દંડ અને જેલની પણ જોગવાઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version