Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાની ઝપેટમાં આવ્યા એમએમ કીરવાની, ‘નાટુ-નાટુ’ ના સંગીતકાર કરી રહ્યા છે બેડ રેસ્ટ

કોરોનાએ ફરી એકવાર પોતાના પગ ફેલાવવાનું શરૂ કર્યું છે. પહેલા કિરણ ખેર, પછી પૂજા ભટ્ટ અને હવે નાટુ-નાટુ ના સંગીતકાર એમએમ કીરવાની કોરોનાનો ચેપ લાગ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, તે હાલમાં બેડ રેસ્ટ પર છે.

mm keeravani ested covid 19 positive oscar winner song natu natu composer on bed rest

કોરોનાની ઝપેટમાં આવ્યા એમએમ કીરવાની, ‘નાટુ-નાટુ’ ના સંગીતકાર કરી રહ્યા છે બેડ રેસ્ટ

News Continuous Bureau | Mumbai

દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમિતોની સંખ્યા વધવા લાગી છે. ફરી એકવાર સામાન્ય લોકો ની સાથે કોરોનાએ સેલેબ્સને પણ પોતાની ઝપેટમાં લેવાનું શરૂ કરી દીધું છે. બોલિવૂડની પ્રથમ અભિનેત્રી કિરણ ખેર ને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ પૂજા ભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે  નાટુ-નાટુ ના સંગીતકાર એમએમ કીરવાનીને પણ કોરોના થઈ ગયો છે.આ સાથે તેણે એ પણ જણાવ્યું કે હાલમાં તેની સારવાર ચાલી રહી છે અને તે સંપૂર્ણ બેડ રેસ્ટ લઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

 

કેવી છે એમએમ કીરવાનીની તબિયત?

એમએમ કીરવાનીએ એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે કહ્યું, ‘સફર અને ઓસ્કાર જીતવાની ખુશીને કારણે ધ્યાન આપી શક્યો નહીં અને હવે મારો કોરેના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું દવાઓ લઈ રહ્યો છું અને સંપૂર્ણ બેડ રેસ્ટ પર છું.

 

કોણ છે એમએમ કીરવાની?

એમએમ કીરવાની એસએસ રાજામૌલીના પિતરાઈ ભાઈ છે. તેણે એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’નું ગીત કમ્પોઝ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ‘RRR’ના ‘નાટુ-નાટુ’ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં એકેડમી એવોર્ડ મળ્યો છે. રસપ્રદ વાત એ છે કે, કીરવાની એ સાઉથની સાથે સાથે બોલિવૂડમાં પણ ઘણા ગીતો કમ્પોઝ કર્યા છે. તેણે 2002 માં આવેલી હિન્દી ફિલ્મ “સુર” ના “આ ભી જા”, 1998 માં આવેલી ફિલ્મ “ઝખ્મ” ના “ગલી મેં આજ ચાંદ નિકલા હૈ” જેવા ગીતો ને પોતાનું સંગીત આપ્યું છે.

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version